મોરબીના ગાળા નજીક ટાઇલ્સ ફેકટરીના ગોડાઉનમાં આગ ભભૂકી

- text


મોરબી : મોરબીના ગાળા અને શાપર ગામ વચ્ચે આવેલ ટાઇલ્સ ફેક્ટરીના પેકીંગ ગોડાઉનમાં પૂંઠાના જથ્થામાં વહેલી સવારે આગ લાગતા મોરબી ફાયર બ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી.

ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ આજે વહેલી સવારે ગાળા અને સાપર ગામ વચ્ચે આવેલ સોલોસ્ટોન અને એન્ટોનોવા નામની ટાઇલ્સ ફેકટરીના પૂંઠાના ગોડાઉનમાં આગ લાગતા મોરબી ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને કલાકો સુધી પાણીનો મારો ચલાવ્યા બાદ આગ કાબુમાં લીધી હતી.

- text

- text