મોરબીમાં 2.3ની તિવ્રતાનો ભૂકંપ

- text


 

સાંજે 5:20 કલાકે ધરા ધ્રુજી : મોરબીથી 7 કિમિ જ દૂર એપી સેન્ટર નોંધાયું

મોરબી : મોરબોમાં આજે સાંજે 5:20 કલાકે ભૂકંપ આવ્યો છે. જેની તીવ્રતા 2.3ની રહી છે. આ ભૂકંપનું એપી સેન્ટર મોરબીથી 7 કિમિ જ દૂર નોંધાયું છે.

મોરબીમાં આજે સાંજે અચાનક ભૂકંપનો આંચકો આવ્યો હતો. જો કે અમુક લોકોએ તેની અનુભૂતિ કરી હતી. તો અમુક લોકોને તેની અસર વર્તાઈ ન હતી. આ ભૂકંપ સાંજે 5:20 કલાકે આવ્યો હતો. આ અંગે મોરબી અપડેટે ગાંધીનગરના સિસ્મોલોજી ડિપાર્ટમેન્ટ સાથે વાત કરતા ત્યાંથી જણાવાયુ કે આ ભૂકંપનું એપી સેન્ટર મોરબીથી 7 કિમિ નોર્થ નોર્થ ઇસ્ટ તરફ નોંધાયું છે. ભૂકંપની તીવ્રતા 2.3ની નોંધાય છે.

- text

- text