માળીયા નજીક સુરજબારીના પુલ ઉપર 10 કિમિ સુધી ટ્રાફિકજામથી

- text


કચ્છ હાઇવેને જોડતા પુલની બન્ને સાઈડના રોડ ઉપર આશરે 10 કિમિ સુધી વાહનોના થપ્પા લાગ્યા, અમુક વાહન ચાલકો આડેધડ ઘુસવા લગતા વાહન વ્યવહાર ઠપ્પ

મોરબી : માળીયા કચ્છ હાઇવે ઉપર આવેલ સુરજબારીના પુલ પર આજે સવારે10 કિમિ સુધી ટ્રાફિકજામ સર્જાયો છે.કચ્છ હાઇવેને જોડતા પુલની બન્ને સાઈડના રોડ ઉપર આશરે 10 કિમિ સુધી વાહનોના થપ્પા લાગી ગયા છે. આવા ટ્રાફિકજામ વચ્ચે પણ અમુક વાહન ચાલકો આડેધડ ઘુસવા લગતા વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો છે.

ટ્રાફિકજામની પ્રાપ્ત વિગતો અનુસાર માળિયાથી કચ્છ હાઇવેને જોડતા અને હજારો વાહનોની અવરજવર ધરાવતા સૂરજબારીના પુલ ઉપર આજે સવારથી ભયંકર હદે ટ્રાફિકજામ થયો છે અને આ પુલની બન્ને સાઈડના રોડ ઉપર આશરે 10 કિમિ સુધી વાહનોની મસમોટી કતારો લાગી છે. આવા ભયંકર હદે ટ્રાફિકજામની વચ્ચે પણ અમુક વાહન ચાલકો જ્યાં જગ્યા મળી ત્યાંથી નીકળવાની કોશિશ કરતા ટ્રાફિકજામ વધુ ગૂંચવાઈ ગયો છે અને એકપણ વાહન ન નીકળી શકે તે રીતે વાહન વ્યવહાર અટકી ગયો છે.

સૂરજબારીના પુલ ઉપર ટ્રાફિકજામ અંગે સ્થાનિકોએ જિલ્લા ટ્રાફિક પોલીસને જાણ કરી છે. જો કે આ સૂરજબારીના પુલ ઉપર અગાઉ અનેક વખત ટ્રાફિકજામ સર્જાઈ છે અને વાહનો લઈને પરિવાર સાથે નીકળેલા લોકો ફસાઈ જાય છે. અવારનવાર ટ્રાફિકજામ થતા હોવા છતાં આ ગંભીર સમસ્યા હલ કરવામાં જવાબદાર તંત્રએ કોઈ ઠોસ કદમ ન ઉઠાવતા આજે ટ્રાફિકજામની સમસ્યાએ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે. આથી અનેક વાહનો ફસાતા અગત્યના કામે નીકળેલા લોકો ફસાઈ જતા ભારે હાલાકી ભોગવવી પડી હતી.

- text

- text