- text
કુલ ૮૬૩૫ કેસો હાથમાં લેવાયા : સેટલમેન્ટની રકમ ૧૫ કરોડે પહોંચી
મોરબી : મોરબીમાં આજે આયોજિત લોક અદાલતમાં કુલ ૮૬૩૫ કેસો મુકવામાં આવ્યા હતા. જેમાંથી ૨૭૦૬ જેટલા કેસનોનો સફળતાપૂર્વક નિકાલ થયો છે. જેમાં સેટલમેન્ટની રકમ પણ ૧૫ કરોડથી વધુ હતી.
મોરબીમાં આજે લોક અદાલત યોજાઈ હતી. જેમા પ્રિ લિટીગેશનના કેસો, પ્રોહિબિશન કેસો, જમીન – મિલકત ના કેસ, ચેક રીટર્નના કેસ, ફેમિલી તકરારના કેસ, વાહન અકસ્માતના, ચેક રીટર્ન અંગેના કેસો, બેંક લેણાના કેસો, મોટર અકસ્માત વળતરને લગતા કેસો, લગ્ન વિષયક કેસો, મજુર અદાલતના કેસો, જમીન સંપાદન ને લગતા કેસો, ઈલેકટ્રીસીટી તથા પાણીના બીલોને લગતા કેસો, રેવન્યુ કેસીસ, દિવાની પ્રકારના કેસો સહિતના કુલ ૮૬૩૫ જેટલા કેસો મુકવામાં આવ્યા હતા.
- text
લોક-અદાલતમાં પક્ષકારો પોતાનો કેસ મુકી સમાધાનથી નિર્ણિત કરવામાં આવે તો બન્ને પક્ષકારોને લાભ કર્તા છે, બન્ને પક્ષકારો વચ્ચે સમાધાનથી કેસનો નિકાલ થાય છે. તથા કોઇનો વિજય નહી તેમજ કોઈ નો પરાજય નહી તેવી પરીસ્થિતી ઉદભવે છે. માટે લોક અદાલતમાં કેસો લાવવા છેલ્લા ઘણા સમયથી પ્રયત્નો થઈ રહ્યા હતા. આજની લોક અદાલતમાં ૨૭૦૬ જેટલા કેસોનો નિકાલ કરાયો હતો. સામે સેટલમેન્ટની રકમ ૧૫,૧૨,૧૨,૮૦૯/-એ પહોંચી હતી.
- text