માતાપિતા ઉપર શંકા કરનાર બાળાનું પરિવાર સાથે મિલન કરાવતું સખી વન સ્ટોપ સેન્ટર

- text


મોરબી : મોરબીમા માતા પિતા ઉપર ખોટી શંકા કરી સખી વન સ્ટોપ સેન્ટરમાં આવેલી બાળાનું કાઉન્સિલિંગ કરી માતાપિતા સાથે સુખરૂપ મિલન કરાવવામાં આવ્યું હતું.

ગત તારીખ 2 ઓક્ટોબરના રોજ 15 વર્ષની બાળા 181ની ટીમ દ્વારા રાતે 8.30 કલાકે મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ કાર્યરત સખી વન સ્ટોપ સેન્ટર(osc) મોરબી ખાતે આવી હતી. 181ની ટીમ દ્વારા મળેલી માહિતી પ્રમાણે આ બાળા માતા-પિતાને ઓળખવાની ના પાડતી હતી અને માતા-પિતા ઉપર ચોર હોવાનો ખોટો આક્ષેપ કર્યો હતો અને માતા-પિતા તેની બાળાને લઈ જવા તૈયાર હતા પરંતુ બાળા તેના માતાપિતા સાથે જવા તૈયાર ન હતી. જેથી 181ની ટીમ દ્વારા બાળાને સખી વન સ્ટોપ સેન્ટર (OSC) મોરબી ખાતે આશ્રય માટે મૂકી ગયા હતા. ત્યાર બાદ બાળાનું Osc સ્ટાફ દ્વારા કાઉન્સેલીંગ કરતા માહિતી મળી હતી કે, બાળાના માતા–પિતા પૈસાની લાલચે બાળાના લગ્ન મોટી ઉમરના પુરુષ સાથે કરાવવા માંગતા હતા જેથી બાળા તેના માતા– પિતા સાથે જવા તૈયાર ન હતી. ત્યાર બાદ osc સ્ટાફ દ્વારા બાળાનું કાઉન્સેલીંગ કરતા તેના માતા-પિતા સાથે જવા તૈયાર થતા તેના માતા-પિતાને osc મોરબી ખાતે બોલાવવામાં આવ્યા હતા.

- text

તારીખ 3 ઓક્ટોબરના રોજ બાળાના માતા-પિતા, માસા-માસી, મોટા-બાપુ વગેરે સખી વન સ્ટોપ સેન્ટર મોરબી ખાતે હાજર થયા હતા. ત્યારબાદ બાળાના ડોક્યુમેન્ટની ચકાસણી કરતા જાણવા મળ્યું હતું કે, ખરેખર આ તમામ બાળાના કુટુંબના સભ્યો છે. બાળાને તેના કુટુંબના સભ્યો સાથે સખી વન સ્ટોપ સેન્ટરના સ્ટાફ દ્વારા કાઉન્સેલીંગ સમયની બેઠક દરમિયાન બાળાને હાજર રાખી હતી અને માતા-પિતાએ જણાવ્યું હતું કે તેમની દીકરીએ તેમના પર ખોટા આક્ષેપો કર્યા છે. ત્યારબાદ બાળાનું કાઉન્સેલીંગ કરીને સમજાવ્યું હતું કે બાળાની ઈચ્છા વિરુદ્ધ કોઈ જગ્યાએ લગ્ન કરાવવા નહીં અને બાળાને પણ જણાવ્યું હતું કે આ ઉંમરે લગ્ન કરવા ગેરકાનુની છે. સમગ્ર સમજાવટ બાદ બાળા માતા-પિતા સાથે જવા તૈયાર થઈ હતી. અને સખી વન સ્ટોપની ટીમ દ્વારા બાળાનો કબજો માતા-પિતાને સોંપ્યો હતો અને પરિવારે મોરબી સખી વન સ્ટોપ સેન્ટરની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.

- text