મોરબીમાં પોશ વિસ્તારોમાં પણ હજુ ઘર આંગણે જ પ્રાચીન ગરબે રમવાનો ટ્રેન્ડ યથાવત

- text


ચિત્રકૂટ સોસાયટીમા મહિલાઓ દ્વારા ઘર આંગણે પ્રાચીન ગરબા ઉત્સવ 

મોરબી : આજના સમયમાં નવરાત્રી દરમિયાન અર્વાચીન ગરબાની ફેશન ચાલી રહી છે ત્યારે મોરબીમાં નવો ટ્રેન્ડ શરૂ થયો છે અહીંની ચિત્રકૂટ સોસાયટીમાં મહિલાઓના કીટી ગ્રુપ દ્વારા બહાર ગરબા રમવા જવાને બદલે સોસાયટીમાં ઘર આંગણે જ ગરબાનું આયોજન કરી પ્રાચીન ગરબાના તાલે માતાજીની ભક્તિ સાથે ગરબા રમવામાં આવે છે.

મોરબી જીઆઇડીસી વિસ્તારમાં આવેલ ચિત્રકૂટ સોસાયટીમાં પ્રાચીન પરંપરા જાળવવાની સાથે ગરબાનું સુંદર આયોજન કરાયું છે, સ્થાનિક રહેવાસી કલ્પનાબેન પટેલ કહે છે કે, નવરાત્રીમાં મોડીરાત્રી સુધી અર્વાચીન રાસોત્સવમાં નાણાં ખર્ચીને જવા છતાં સુરક્ષિત વાતાવરણ નથી મળતું ત્યારે અમારી સોસાયટી દ્વારા સોસાયટીના રહેવાસીઓ માટે નવરાત્રીનું અલગ અંદાજમાં આયોજન કરી ઘર આંગણે જ ગરબા રમવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

વધુમાં તેઓ જણાવે છે કે, આ પ્રકારના આયોજનને કારણે સોસાયટીમાં એકતા આવી છે અને બહેનો, દીકરીઓ સલામત વાતાવરણમાં દરરોજ અલગ-અલગ ડ્રેસ કોડ સાથે પ્રાચીન ગરબાના તાલે ગરબે ઘૂમી માતાજીનીન ભક્તિ સાથે ગરબે રમવાનો આનંદ લઈ રહ્યા છીએ. મહત્વનું છે કે સોસાયટીના જ મહિલાઓ દ્વારા એક મહિના અગાઉ નિઃશુલ્ક તાલીમ પણ આપવામાં આવે છે. સમગ્ર આયોજનને સફળ બનાવવા હેમલબેન નિલેશભાઈ પટેલ, જાગૃતિબેન પટેલ, ઉર્વીબેન પટેલ સહિત સોસાયટીના તમામ બેહનો જહેમત ઉઠાવી આયોજનને ચારચાંદ લગાવી રહ્યા છે.

- text

- text