મોરબીના કાલીકાનગર અને લખધીરપુર ગામને સિટી બસ સેવા પૂરી પાડવા ચીફ ઓફિસરને રજૂઆત

- text


મોરબી : મોરબી શહેરમાં ચાલતી સિટી બસ સેવાનો લાભ શહેર અને આસપાસના ગામડાઓના લોકોને પણ મળી રહે તે માટે કાલીકાનગર અને લખધીરપુર ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરવામાં આવી છે.

કાલીકાનગર ગ્રામ પંચાયતના સરપંચ જયંતીલાલ ખેંગારભાઈ, માજી સરપંચ ત્રિભુવનભાઈ ભાલોડિયા, લખધીરપુર ગ્રામ પંચાયતના સરપંચ ચંદ્રિકાબેન પરમાર અને ઉપ સરપંચ વિનોદભાઈ રબારીએ મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરને રૂબરૂ મળીને લેખિત રજૂઆત કરી છે. આ રજૂઆતમાં જણાવ્યું છે કે, બન્ને ગ્રામ્ય વિસ્તારમાંથી વિદ્યાર્થીઓ શાળા-કોલેજમાં અપડાઉન કરી રહ્યા છે. ઔદ્યોગિક એરિયા હોવાથી મજૂરો અને ગામના અન્ય લોકો મોરબી સુધી આવન-જાવન કરે છે. ત્યારે તેઓને આવવા-જવામાં મુશ્કેલી પડી રહી છે. આ રૂટમાં અનેક લોકો આવન-જાવન કરતાં હોવાથી ટ્રાફિક પણ મળી શકે તેમ છે. ત્યારે બન્ને ગામના લોકોને સિટી બસ સેવાનો લાભ મળે તેવી વ્યવસ્થા કરી આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.

- text

- text