હોમલોનના હપ્તા ન ભરી શકતા આધેડનો એસિડ ગટગટાવી આપઘાત

- text


મોરબીના વાવડી રોડ પર આવેલા ગાયત્રીનગરમાં બનેલી ઘટના

મોરબી : મોરબીના વાવડી રોડ પર આવેલા ગાયત્રીનગરમાં રહેતા આધેડે એસિડ ગટગટાવી આપઘાત કરી લીધો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં હોમ લોનના હપ્તા ન ભરી શકતા આધેડે એસિડ ગટગટાવી આપઘાત કર્યો હોવાનું ખુલ્યું છે.

મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાંથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના વાવડી રોડ પર આવેલા ગાયત્રીનગરમાં રહેતા મગનભાઇ લક્ષ્મણભાઇ ધુળકોટીયા (ઉ.વ.૫૧) નામના આધેડે એસિડ પીને આપઘાત કરી લીધો હતો. આ બનાવમાં પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ મૃતક મગનભાઇ લક્ષ્મણભાઇ ધુળકોટીયાએ પોતાના રહેણાંક મકાન ઉપર હોમ લોન લીધેલ હોય તેમજ ગોલ્ડ લોન પણ લીધેલ હોય જેના હપ્તા ભરવાના હોય પરંતુ તેની પાસે રૂપીયા ન હોય જેથી પોતાની મેળે પોતાની જાતેથી ગઈ તા.૯ના રોજ વહેલી સવારના એસીડ પી લીધેલ હોય પ્રથમ મોરબી બાદ વધુ સારવાર અર્થે રાજકોટ રીફર કરતા જ્યાં ચાલુ સારવાર દરમ્યાન ગત તા.૧૦ના રોજ તેમનું મોત નીપજ્યું હતું. પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text