મોરબીમાં ભગવાન મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવની ભક્તિભાવથી ઉજવણી

- text


ભગવાન મહાવીર સ્વામીના જન્મના પારણા સાથેની શોભાયાત્રા બેન્ડ બાજાની સુરવલી વચ્ચે નીકળી 

મોરબી : મોરબીમાં જૈન સમાજ દ્વારા ભક્તિભાવથી પર્યુષણ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આજે પર્યુષણ પર્વ નિમિત્તે ભગવાન મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવની ભક્તિભાવથી ઉજવણી કરવામાં આવી હતી. સમસ્ત જૈન સમાજ દ્વારા ભગવાન મહાવીર સ્વામીના જન્મના હરખભેર વધામણાં કરવામાં આવ્યા હતા.

ભગવાન મહાવીર સ્વામીના માતા ત્રિશાલા માતાને 14 સ્વપ્ન આવ્યા હતા. આ 14 સ્વપ્નને વારાફરતી ઉતારીને આ 14 સ્વપ્નની ઉછામણી કરવામાં આવી હતી.જેમાં બોલી બોલવાની હોય ત્યારે દરબાર ગઢ ખાતે આવેલ પ્લોટ દેરાસરમાં બોલીમાં સવાસર પ્લોટમાં રહેતા સાગરભાઈ શેઠના ઘરે ભગવાનના પારણા સાથે પધરામણી કરવાનું નક્કી થયું હતું. એ મુજબ ભગવાન મહાવીર સ્વામીના જન્મના પારણાને ભવભેર માથે ઊંચકી બેન્ડ બાજા સાથે ભગવાનના જન્મની ભવ્ય શોભાયાત્રા મુખ્યમાર્ગો ઉપર કાઢવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યા જૈન સમાજના લોકો જોડાયા હતા અને 14 સ્વપ્નની ઉંછામણીમાં નક્કી થયા મુજબ પ્લોટ દેરાસરથી સાગરભાઈ શેઠના ઘરે વાજતે ગાજતે ભગવાનના પારણા લઈ જઈને તેમના ઘરે પધરામણી કરવામાં આવી હતી.

- text

- text