મોરબી પોલીસ દ્વારા E-FIR અંગે સર્વોપરી શૈક્ષણિક સંકૂલના વિદ્યાર્થીઓને માર્ગદર્શન અપાયું

- text


મોરબીઃ રાજ્ય સરકાર દ્વારા એક નવી પહેલના ભાગરૂપે E-FIR એટલે કે ઓનલાઈન એફઆઈઆરની શરૂઆત કરવામાં આવી છે. ત્યારે આ અંગેની વિશેષ જાણકારી અને માહિતી આપતા કાર્યક્રમનું આયોજન મોરબી પોલીસ દ્વરા આજ રોજ સર્વોપરી શૈક્ષણિક સંકૂલ ખાતે કરવામાં આવ્યું હતું.

E-FIR બાબતે વિદ્યાર્થીઓમાં જાગૃતિ આવે અને વિદ્યાર્થીઓ આ E-FIRથી અગત થાય તે હેતુ સાથે સર્વોપરી શૈક્ષણિક સંકુલ ખાતે મોરબી પોલીસ દ્વારા આ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિદ્યાર્થીઓ ઉપરાંત Dy. SP પઠાણ સાહેબ, PI વિરલભાઈ પટેલ, તથા આજબાજુના ગામના સરપંચો ઉપસ્થિત રહ્યા હતા. સર્વોપરી શૈક્ષણિક સંકુલના MD દિલીપભાઈ ગઢીયાએ ઓનલાઇન E-FIR અંગે શાળાના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા બદલ મોરબી પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.

- text

- text