મોરબીની મુલાકાતે આવેલા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ લમ્પી વાયરસ મામલે ભાજપ સરકાર પર તૂટી પડ્યા

- text


માર્ચમાં શરૂ થયેલો લમ્પી રોગને સરકારે ગંભીરતાથી ન લેતા હજારો પશુઓ મોતને ભેટ્યા : જગદીશ ઠાકોર

કોંગ્રેસ ગામે ગામ ફરી લમ્પી રોગથી મૃત્યુ પામેલા પશુઓની નોંધણી કરી રેલી કાઢીને આર્થિક વળતરની માંગ કરશે

મોરબી : મોરબીની મુલાકાતે આવેલ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર લમ્પી વાયરસ સરકારના પાપે વકર્યો હોવાનું જમાવીને ભાજપ સરકાર ઉપર તૂટી પડ્યા હતા. માર્ચમાં શરૂ થયેલો લમ્પી રોગને સરકારે ગંભીરતાથી ન લેતા હજારો પશુઓ મોતને ભેટ્યા હોવાનો ગંભીર આક્ષેપ કરી તેઓએ કોંગ્રેસ ગામે ગામ ફરી લમ્પી રોગથી મૃત્યુ પામેલા પશુઓની નોંધણી કરી રેલી કાઢીને આર્થિક વળતરની માંગ કરશે તેમ જણાવ્યું હતું.

પ્રદેશ કોંગ્રેસ પ્રમુખે લમ્પી રોગ ફાટી નીકળતા તેમની કોંગ્રેસની ટીમે રાજ્યમાં વિવિધ સ્થળે ગૉશાળા, પશુપાલકો, પશુ દવાખાના, ડોક્ટરો સહિતની મુલાકાત લેતા ભાજપ સરકારની આ રોગને અટકાવવામાં ભારે નાકામી સામે આવી હોવાનો આક્ષેપ કર્યો હતો. ગૌશાળામાં ઘાસચારો નથી. સરકાર ગૌશાળા અને પશુપાલકો માટે પેકેજની જાહેરાત કરીને ફૂટી કોડી આપતી ન હોય ગૌશાળાવાળા દાતાઓ પાસે પશુધનને બચાવવા દાન લેવા જાય ત્યારે દાતાઓ કહે છે કે સરકાર આટલી બધી રકમની જાહેરાત કરે છે છતાં તમે લેવા આવો છે. આ સરકાર ખરેખર કરેલી જાહેરાત મુજબ આર્થિક વળતર આપે એ માટે કોંગ્રેસ સરકારના કાન આમળશે. સાથે પશુપાલકો અને ગૌશાળાઓ પણ સરકારને જાગૃત કરે તેવી હાકલ કરી હતી.

લમ્પી વાયરસથી ગંભીર અંગે તેમણે કહ્યું હતું જ્યાં મુલાકાતે જઈએ છીએ ત્યાં મરેલા અનેક પશુઓ દેખાઈ છે. જેનો નિકાલની પણ સરકાર વ્યવસ્થા કરતી નથી.તેમણે અત્યાર સુધી 25 હજાર જેટલા પશુઓ મોતને ભેટ્યા હોવાનું જણાવ્યું હતું. પશુ દવાખાનામાં ડોક્ટરો અને કર્મચારીઓ છે પણ રસી કે બીજા સાધનો જ નથી. આ રીતે લમ્પી વાયરસ મુદ્દે તેમણે સરકારની આકરી ઝાટકણી કાઢી હતી અને લમ્પી વાયરસ ઉપરાંત દારૂબંધી વિશે પણ તેમણે પોલીસ અને શાસકો ઉપર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો હતો. સાથેસાથે બેરોજગારી, યુવાનોને ડ્રગ્સની લતે ચડાવી બરબાદ કરવા જેવા મુદ્દે આગામી સમયમાં સરકાર સામે લડત ચલાવવાનું જણાવ્યું હતું.

- text

- text