- text
ચરાડવા ગ્રામ પંચાયત દ્વારા ગામમાં દારૂનું દુષણ બંધ કરવા સ્થાનિક તંત્રથી માંડીને મુખ્યમંત્રી સુધી રજુઆત કરાઈ
હળવદ : લઠ્ઠાકાંડ બાદ અનેક ગામોમાં દારૂનું દુષણ બંધ કરાવવા ગ્રામજનો, સરપંચ અને ગ્રામ પંચાયત પણ આગળ આવી છે. જેમાં હળવદના ચરાડવા ગામે દારૂનું દુષણ બંધ કરાવવા ગ્રામજનો, સરપંચ અને ગ્રામ પંચાયતે સ્થાનિક મામલતદાર, પોલીસ, કલેકટર, એસપીથી માંડીને મુખ્યમંત્રી સુધી રજુઆત કરી છે. તેમ છતાં પણ દારૂબંધીનો કડક અમલ ન થાય તો ગ્રામજનોએ ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી આપી છે.
રજુઆતમાં જણાવ્યા મુજબ ચરાડવા ગામે દારૂનો વ્યાપક પ્રમાણમાં વેચાણ થાય છે તથા આ બાબતે સરપંચ અને ગ્રામજનો વર્ષોથી રજૂઆત કરતા આવ્યા છીએ તથા અગાઉ પણ ગ્રામ પંચાયત દ્વારા રજૂઆતો કરેલ છે તથા ગ્રામસભામાં પણ ગામ લોકો દ્વારા ઉગ્ર રજૂઆત કરેલ છે જે વિશે સ્થાનિક પોલીસ તથા પોલીસ અધિક્ષક તથા મામલતદારને જાણ કરેલ છે તથા આ બાબતે વારંવાર રજૂઆત કરેલ છે પણ આ બાબતે કોઈ ઉકેલ આવેલ નથી. તથા ચરાડવા ગામે બસ સ્ટેન્ડ આજુબાજુના વિસ્તારમાં ટ્રાફિક પણ સમસ્યા બહુ મોટી છે જાહેર સ્થળ પર આવા આવારા તત્વો રખડતા હોય તથા બેન, દીકરીની સલામતી નથી અને કોઈ સ્થાનિક પોલીસ કોઈ આ ટ્રાફિક નિવારણ કર્મચારી ફાળવેલ નથી તથા આ બાબતે ગ્રામ પંચાયત વાંરવાર રજૂઆત કરેલ છે. પણ આજ દિન સુધીકોઈ નિરાકરણ આવેલ નથી, જો હવે આ બાબતે કોઈ એક્શન લેવામાં નહિ આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી આપી છે.
- text
ચરાડવામાં શ્રાવણ માસ દરમિયાન નોનવેજ બંધ રાખવા રજૂઆત
હિન્દુ ધર્મના પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ચરાડવા ગામમાં માસ મટન મચ્છીનુ વેચાણ બંધ રાખવા ગ્રામ પંચાયતના સભ્ય વિજયભાઈ માકાસણાએ હળવદ પોલીસ મથકના પીઆઇ ને લેખીત રજૂઆત કરી માંગ કરી છે.
- text