મોરબીની પી.જી.પટેલ કોલેજમાં જર્નાલિઝમનો કોર્ષ શરૂ

- text


મોરબીઃ પત્રકારત્વ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કારકિર્દી ઘડવા માંગતા મોરબી જિલ્લાના યુવાનો માટે ઘર આંગણે પત્રકારત્વનો કોર્ષ કરવાની તક આવી છે. મોરબીની પી.જી.પટેલ કોલેજમાં જર્નાલિઝમનો કોર્ષ શરૂ કરવામાં આવ્યો છે જેથી મોરબીના યુવાનો પત્રકારત્વનો અભ્યાસ કરીને આ ક્ષેત્રમાં કારકિર્દીનું ઘડતર કરી શકશે..

મહત્વનું છે કે, મોરબી જિલ્લાના યુવાનોને પત્રકારત્વનો અભ્યાસ કરવા માટે અન્ય શહેરોમાં જવું પડતું હતું જો કે વર્ષ 2022થી મોરબીની પી.જી. પટેલ કોલેજમાં જર્નાલિઝમ માટેનો નવો કોર્ષ શરૂ કરવામાં આવ્યો છે. પી.જી.પટેલ કોલેજમાં આ વર્ષ 2022 થી 1 વર્ષનો BJMC (Bachelor of Journalism & Mass Communication) કોર્ષ શરૂ કરવામાં આવ્યો છે. આ કોર્ષમાં કોઈ પણ ગ્રજ્યુએટ વિદ્યાર્થી જોડાઈને પત્રકારત્વ ક્ષેત્રમાં પોતાનું કેરિયર બનાવી શકશે. પ્રવેશ મેળવવા માટે મહેશ હોટેલ પાસે, સનાળા રોડ, મોરબી ખાતે આવેલી પી.જી.પટેલ કોલેજમાં સાંજે 4 થી 6 દરમિયાન રૂબરૂ સંપર્ક કરવાનો રહેશે. મહત્વનું છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અત્યાર સુધી બી.કોમ, બીબીએ, એમ.કોમ જેવા કોર્ષમાં ઉચ્ચ પરિણામ લાવનારી પી.જી.પટેલ કોલેજ હવે વિદ્યાર્થીઓને પત્રકારત્વના પણ પાઠ ભણાવશે.

- text

- text