- text
બદલાતા વાતાવરણની સાથે-સાથે દરેકને અલગ-અલગ વસ્તુઓ ખાવાનું મન થતું હોય છે. ખાસ કરીને વરસાદની સિઝનમાં ઘરમાં અનેક લોકોને નવું-નવું ખાવાની ઇચ્છા થતી હોય છે. જેમાં સૌથી વધારે ભજીયા, પકોડા, દાળવડા બનતા હોય છે. પરંતુ તમને આ સિઝનમાં કંઈક નવું જ ખાવાની ઈચ્છા છે તો ઘરે એકવાર જરૂર ટ્રાય કરો પોટેટો લોલીપોપ..જાણો ઘરે કેવી રીતે બનાવશો આ વાનગી..
સામગ્રી:-
4 બાફેલા બટાકા
2 નાની ચમચી લસણ અને આદુની પેસ્ટ
2 ચમચી લીંબુનો રસ
2 કપ મેંદો
2 કપ બ્રેડક્રમ્બ્સ
2 ઝીણી સમારેલી ડુંગળી
લાલ મરચું
હળદર
ચાટ મસાલો
જીરું પાઉડર
મીઠું
બે ઝીણાં સમારેલા લીલા મરચા
બનાવવાની રીત:-
પોટેટો લોલીપોપ બનાવવા માટે સૌ પ્રથમ બટાકાને બાફી લો. ત્યારબાદ બાફેલા બટાકાની છાલ કાઢી લો અને મેશ કરી લો. હવે આ મેશ કરેલા બટાકામાં લાલ મરચું, ધાણાજીરું, ચાટ મસાલો, લીંબુનો રસ, આદુ-લસણની પેસ્ટ, ઝીણાં સમારેલા લીલા મરચાં, મીઠું નાંખીને આ બધુ બરાબર મિક્સ કરી લો.
- text
હવે ઉપરથી બે ચમચી મેંદો, 2 ચમચી બ્રેડક્રમ્બ્સને સારી રીતે એમાં મિક્સ કરી લો. ત્યારબાદ એક પ્લેટ લો એને એમાં બ્રેડક્રમ્પસ લો. આ બધી પ્રોસેસ થઇ જાય એટલે એક કડાઇ લો અને એમાં તેલ ગરમ કરવા મુકો.
તેલ ગરમ થઇ જાય એટલે બટાકાના મિશ્રણમાંથી નાના-નાના ગોળા બનાવી લો. ત્યારબાદ આ બોલ્સને બ્રેડક્રંપ્સના ચુરામાં લપેટી લો. હવે આ બોલ્સને આછા બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળી લો.
તો તૈયાર છે પોટેટો બોલ્સ. આમ, આ પોટેટો બોલ્સને સર્વિંગ પ્લેટમાં લઇ લો અને ઉપરથી ટૂથપિક લગાવી દો.
હવે આને ચટણી સાથે સર્વ કરો. આ પોટેટો બોલ્સ તમે ચા સાથે પણ ખાઓ છો તો મજા પડી જાય છે.
આ પોટેટો બોલ્સ તમે છોકરાઓને ખાવા આપો છો તો બાળકો હોંશેહોશે ખાય છે અને તમને જમવાનું ખવડાવવાનું ટેન્શન પણ નહિં રહે. તો મોડુ કર્યા વગર તમે પણ જલદી બનાવો આ વાનગી.
- text