પ્રસંશનીય કાર્ય : મોરબીના સેવાભાવી MD તબીબ દર અઠવાડિયે કરે છે નિઃશુલ્ક નિદાન

- text


મોરબી : મોરબીના એમ.ડી.ડોક્ટર દર મંગળવારે જરૂરિયાતમંદ લોકોને વિનામૂલ્યે નિદાન કરી આપે છે.તમામ પ્રકારના રોગોની સારવાર કરવામાં આવે છે.

મોરબી જિલ્લાના સર્વપ્રથમ એમ.ડી. (આયુર્વેદ) ડોક્ટર ધરાવતી “આયુધારા” આયુર્વેદ અને પંચકર્મ હોસ્પિટલ છેલ્લા આઠ વર્ષથી શુદ્ધ આયુર્વેદ સેવા માટે કાર્યરત છે. આ હોસ્પિટલના ડોક્ટર ધર્મેન્દ્ર ધોરીયાણી દ્વારા છેલ્લા ઘણાં વર્ષોથી જરૂરીયાતમંદ તેમજ આર્થિક રીતે સક્ષમ ન હોય એવા લોકો માટે દર મંગળવારે કોઈપણ પ્રકારના કન્સલ્ટિંગ ચાર્જ વગર ફ્રી નિદાન કરવામાં આવે છે.

ડોક્ટર ધર્મેન્દ્ર ધોરીયાણી દ્વારા છેલ્લા 8 વર્ષથી આ સેવાકાર્ય ચાલુ છે અને હજુ પણ કાયમીના ધોરણે ચાલું રહેશે. રેગ્યુલર દિવસોમાં હોસ્પિટલમાં કન્સલ્ટિંગ ચાર્જ 400/- હોય છે. પરંતુ જરૂરીયાતમંદ લોકો માટે દર મંગળવારે ફ્રી તપાસ કરવામાં આવે છે. અહિં તમામ પ્રકારના રોગોની આયુર્વેદિક સારવાર ઉપલબ્ધ છે.

- text

જેમાં જુના અને હઠિલા ચામડીના રોગો, પાચનતંત્રના રોગો, સાંધાના તથા મણકાના રોગો, શ્વસનતંત્રના રોગો, હરસ-મસા-મળમાર્ગના રોગો, પથરી-પ્રોસ્ટેટ જેવા રોગો તેમજ બાળકોના રોગો અને સ્ત્રી-પુરુષ પ્રજનન તંત્રને લગતા રોગો વગેરે તમામ રોગોની સારવાર ઉપલબ્ધ છે.તેથી દર મંગળવારે જરૂરીયાતમંદ દર્દીઓ નિ:શુલ્ક સારવારનો લાભ આયુધારા આયુર્વેદ અને પંચકર્મ હોસ્પિટલ”,ક્રિષ્ના કોમ્પલેક્સ, બીજો માળ, નવા બસ સ્ટેન્ડ સામે, મોરબી ખાતે લઇ શકશે.

- text