મોરબીમાં લમ્પી વાયરસથી આજે 27 પશુઓના મોત , 153 નવા કેસ નોંધાયા

- text


આજે 2592 પશુઓનું રસીકરણ કરાયું : કુલ મોત 65 થયા

મોરબી : મોરબી જિલ્લામાં પશુઓ માટે ખતરનાક સાબિત થયેલા લમ્પી વાયરસને કારણે ગઈકાલ કરતા આજે મોતનો આંકડો વધતા આજે 27 પશુઓના મોત નિપજ્યા છે. તેમજ લમ્પી વાયરસના આજે એક દિવસમાં 153 કેસ નોંધાતા પશુપાલકોમાં ફફડાટ મચી ગયો છે.

- text

મોરબી જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી લમ્પી વાયરસના કહેરથી પશુઓને બચાવવા જિલ્લા વહીવટી તંત્ર, પશુ પાલન વિભાગ, સંસ્થાઓ અને સેવાભાવીઓ મેદાને આવીને પશુઓને આ રોગથી બચાવવા વધુને વધુ રસીકરણ કરી રહ્યા છે. ઉપરાંત શહેરમાં રખડતા ભટકતા નધણીયાત પશુઓનું પણ તેજ ગતિએ રસીકરણ કરવામાં આવી રહ્યું છે. આમ છતાં આ રોગ અટકાવવાનું નામ લેતો નથી એના બદલે વધતો જાય છે. દરમિયાન મોરબી જિલ્લા પશુપાલન વિભાગના જણાવ્યા મુજબ આજે 27 પશુઓના મોત સાથે કુલ મોતનો આંકડો 65એ પહોંચ્યો છે. તેમજ આજે 153 કેસની સાથે કુલ કેસનો આંકડો 1078 એ પહોંચ્યો છે અને આજનું 2592 રસીકરણ સાથે અત્યાર સુધીમાં કુલ 49,291 પશુઓનું રસીકરણ થયું છે.

- text