હળવદમાં નવી આધુનિક પ્રાથમિક શાળા મંજુર કરવા માંગ

- text


હળવદ : મોરબી જીલ્લાના હળવદ શહેરમાં નવી આધુનિક પ્રાથમિક શાળા મંજુર કરવાની માંગ સાથે ભાજપના યુવા આગેવાન નયન દેત્રોજાએ શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી તથા મહિલા અને બાળ કલ્યાણ,ભારત સરકારના કેન્દ્રીયમંત્રી ડો.મહેન્દ્રભાઈ મુજપરાને રજુઆત કરી છે.

રજુઆતમાં જણાવ્યું હતું કે, હળવદ પીરાણીક છોટા કાશીથી ઓળખાતુ શહેર છે આઝાદી વખતના હળવદ શહેર મુજબ પ્રાથમિક શાળાઓ બનેલી છે. હળવદનો વિકાસ સરા રોડ તરફ થી છે આશરે ૨૦ થી ૨૫ હજાર લોકો ત્યાં રહે છે. આ વિસ્તારમાં નવી આધુનિક પ્રાથમિક શાળાની ખૂબ જરૂરીયાત હોય જેથી આપના ધ્યાને મુકુ છું. નવા સત્ર પહેલા આધુનિક પ્રાથમિક શાળાની મંજુરી આપવાની માંગ કરી છે.

- text

- text