મોરબી જિલ્લામાં શનિવારથી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી

- text


રવિવારે ભારેથી અતિ ભારે વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરતું હવામાન વિભાગ

મોરબી : મોરબી જિલ્લામાં વરસાદી માહોલ જામી ગયો છે. તેવામાં હવામાન વિભાગ તરફથી સારા સમાચાર આપવામાં આવ્યા છે. આગામી શનિવરથી ત્રણ દિવસ જિલ્લામાં ભારે વરસાદ પડશે તેવી હવામાન વિભાગે આગાહી જાહેર કરી છે. જેમાં ખાસ રવિવારે તો ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગે આગામી 5 દિવસની આગાહી જાહેર કરી છે. જેમાં આવતીકાલે તા.7ને ગુરૂવારે સુરત, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલી, જૂનાગઢ, દ્વારકા, ગીર સોમનાથ, કચ્છ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે આણંદ, ભરૂચ, ડાંગ, તાપી, જામનગર, પોરબંદર, અમરેલી અને ભાવનગરમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે.

જ્યારે તા.8ને શુક્રવારે નવસારી, વલસાડ, ભરૂચ, સુરત અને દમણ, દાદરા નગર હવેલી,ભાવનગરમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. જ્યારે આણંદ, ડાંગ, તાપી, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને દીવમા છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે.

- text

તા.9ને શનિવારે નવસારી અને વલસાડ, પોરબંદર અને દ્વારકા, સુરત, ડાંગ, તાપી અને દમણ, દાદરા નગર હવેલી, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં અલગ-અલગ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. જ્યારે નર્મદા અને ભરૂચ, અમરેલી, ભાવનગર, મોરબી અને કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે.

તા.10ને રવિવારે જામનગર, દ્વારકા, કચ્છ, ડાંગ, રાજકોટ પોરબંદર અને મોરબીમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. જ્યારે નર્મદા, ભરૂચ, સુરત અને તાપી, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઇ છે.

તા.11ને સોમવારના રોજ વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, પોરબંદર, દ્વારકા અને કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. જ્યારે સુરત, ડાંગ, તાપી અને નવસારી, રાજકોટ, જૂનાગઢ અને મોરબીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે.

- text