કવીડ કાર ચાલકે હડફેટે લેતા દંપતી ખંડિત

- text


હળવદ માળીયા હાઈવે ઉપર દેવળીયા ગામના પાટીયા નજીકનો બનાવ

હળવદ : હળવદ માળીયા હાઈવે ઉપર દેવળીયા ગામના પાટીયા નજીક રિનોલ્ટ કવીડ કારના ચાલકે બાઈક સવાર દંપતીને હડફેટે લેતા પતિની નજર સામે પત્નીનું મૃત્યુ નીપજ્યું હતું.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ગત તા.30 ના રોજ હળવદના દેવળીયા ગામે રહેતા ડાહ્યાભાઈ મોહનભાઈ રાજપરા તથા તેમના પત્ની ભગવતીબેન મોટર સાયકલ ઉપર જઈ રહ્યા હતા ત્યારે દેવળીયા ગામના પાટિયા પાસે GJ.01.RS.3409 નંબરની રીનોલ્ટ ક્વીડ કારના ચાલકે પાછળથી અડફેટે લઈ અકસ્માત સર્જતાં ડાહ્યાભાઈ મોહનભાઈ રાજપરાને ગંભીર ઈજાઓ થઈ હતી જયારે તેમના પત્નીને માથાના પાછળના ભાગે તથા હાથે પગે ગંભીર ઈજાઓ થતા મૃત્યુ નીપજ્યું હતું.

- text

અકસ્માતના આ બનાવ અંગે ડાહ્યાભાઈ મોહનભાઈ રાજપરાએ ફરિયાદ નોંધાવતા પોલીસે કલમ ૨૭૯,૩૩૭,૩૦૪(અ) તથા એમ.વી એકટ કલમ ૧૭૭,૧૮૪,૧૩૪ મુજબ ગુન્હો નોંધાવી તપાસ શરૂ કરી છે.

- text