મોરબી શહેરમાં ‘આપ’ની પરિવર્તન યાત્રા નીકળી

- text


મોરબી : આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા ગુજરાત રાજ્યની તમામ ૧૮૨ વિધાનસભા સીટ પર પરિવર્તન યાત્રા શરૂ કરેલ છે. જેના ભાગરૂપે આજરોજ આ યાત્રા મોરબી ખાતે આવી પહોંચી હતી.

આ યાત્રામાં ગુજરાત પ્રદેશ સંગઠન નેતા કૈલાશ દાન ગઢવી, રાજુભાઇ કરપડા સહિતના નેતાઓ મોરબી ખાતે આવ્યા હતા. આ યાત્રા રેલીના સ્વરૂપે સર્કિટ હાઉસ થઈ મોરબીના રવાપર રોડ, સનાળા રોડ સહિતના મુખ્ય માર્ગો પર ફરી હતી. આ યાત્રા દરમિયાન નેતાઓ દ્વારા મોરબીમાં આવેલ તમામ ક્રાંતિકારીઓની પ્રતિમાઓને નમન કરેલ. તેમજ ધાર્મિક સ્થળોની પણ મુલાકાત લઈ આશીર્વાદ મેળવ્યા હતા.

આ યાત્રા મોરબી જિલ્લા પ્રભારી શિવાજીભાઈ ડાંગર અને મોરબી જિલ્લા પ્રમુખ વસંતભાઈ ગોરીયાની આગેવાનીમાં યોજાઇ હતી. આ યાત્રા દરમિયાન આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા કૈલાશ દાન ગઢવીએ પગપાળા ચાલીને દુકાનદારોને મળ્યા હતા અને પાર્ટીના મુખ્ય મુદ્દાઓ અને જનતાના મુદ્દા ઉપર ચર્ચા કરી હતી. આ યાત્રામાં મોટી સંખ્યામાં કાર અને સ્કૂટર જોડાયા હતા.

- text

પરિવર્તન યાત્રા મોરબીમાં ફરી વાવડી ગામ ખાતે રોકાઈ હતી. જ્યાં રાત્રિના લોકો સાથે નેતાઓએ જનસંવાદ કરેલ. અને ૨૭ તારીખના રોજ આ યાત્રા માળીયા શહેરમાં ફરશે અને રાત્રીના મોરબી ખાતે બાપાસીતારામ ચોકમાં જનસંવાદ કરશે.

- text