મોરબીથી ભાજપના 10 હજાર જેટલા કાર્યકરો પીએમના કાર્યક્રમમાં હાજરી આપશે

- text


જસદણના આટકોટ ખાતે પીએમ મોદીના કાર્યક્રમમાં જનમેદની એકત્ર કરવા ભાજપનું માઈક્રો પ્લાનિંગ

મોરબી :જસદણના આટકોટમાં 28મી વડાપ્રધાન મોદીના હસ્તે હોસ્પિટલનું લોકાર્પણ થનાર છે. આ કાર્યક્રમમાં ભાજપને 3 લાખ લોકો ભેગા કરવાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે.ત્યારે મોરબીથી પણ મોદીના કાર્યક્રમમાં જવા માટે ભાજપ દ્વારા માઈક્રો પ્લાનિંગ કરવામાં આવ્યું છે.જેમાં મોરબી જિલ્લામાંથી 230 જેટલી બસોમાં 10 હજાર જેટલા કાર્યકરોને આટકોટ ખાતે પીએમના કાર્યક્રમમાં પહોંચાડવામાં આવશે. આ ઉપરાંત મોરબીથી 300 જેટલી કારનો કાફલો પણ રવાના થશે.

- text

મોરબીથી આટકોટ પીએમના કાર્યક્રમમાં લોકોને હાજર રાખવા માટે મોરબી જિલ્લા ભાજપ દ્વારા વ્યવસ્થિત આયોજન સાથે બસ તેમજ રૂટના ઇન્ચાર્જની નિમણૂક કરી દેવામાં આવી છે. જેમાં મોરબી, વાંકાનેર, હળવદ, માળીયા અને ટંકારા શહેર તેમજ તમામ ગ્રામ્ય વિસ્તારોમાંથી કાર્યકરો તેમજ લોકોને 28મીએ મોદીના કાર્યક્રમમાં હાજર રાખવાની તડામાર તૈયારીઓ કરવામાં આવી છે અને પીએમ મોદીના કાર્યક્રમમાં મોરબીથી 10 હજાર જેટલા લોકો હાજર રહેશે તેમ જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, મહામંત્રી રણછોડભાઈ દલવાડી, ઉપપ્રમુખ નિર્મલભાઇ જારીયા, મોરબી તાલુકા પ્રમુખ અરવિંદ વાસદડીયાએ જણાવ્યું હતું.

- text