- text
મોરબીઃ કોરોના કાળમાં અનેક દર્દીઓ સરકારી હોસ્પિટલમાંથી સારવાર મેળવીને સ્વસ્થ થયા હતા. ત્યારે આવા જ એક દર્દીએ સરકારી હોસ્પિટલમાં સારવાર લઈ કોરોના બીમારીમાંથી સ્વસ્થ થઈને હોસ્પિટલ પ્રત્યેનું ઋણ ચુકાવવા માટે હોસ્પિટલને 51 હજારનું દાન આપ્યું છે.
- text
સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકાના ખાખરાળા ગામના 75 વર્ષીય ભાવસંગભાઈ ભીખુભાઈ રાજપૂતને ગત વર્ષે 21 મે, 2021ના રોજ કોરોનાનો ચેપ લાગતા જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલના ડોક્ટરો અને સ્ટાફની જહેમત અને સુદ્રઢ સારવારથી ભાવસંગભાઈ એકદમ સ્વસ્થ થઈ ગયા હતા. સ્વસ્થ થયાના આજે એક વર્ષ પુરૂ થતા જનરલ હોસ્પિટલની આ સારવારથી ખૂબ જ પ્રભાવિત થઈને ભાવસંગભાઈ રાજપૂતે હોસ્પિટલની રોગી કલ્યાણ સમિતિમાં 51111 રૂપિયાનું દાન આપ્યું છે. આજે 25 મે, 2022ના રોજ તેઓએ હોસ્પિટલની રોગી કલ્યાણ સમિતિમાં તેમણે આ દાન અર્પણ કર્યું છે. દર્દીના આ સહકાર બદલ રોગી કલ્યાણ સમિતિના અધ્યક્ષ તેમજ આરએમઓ ડો. સરડવાએ પણ ભાવસંગભાઈને અભિનંદન પાઠવ્યા હતા.ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે પણ સિવિલ હોસ્પિટલમાંથી સારવાર લઇ ઘરે જતી વખતે પણ તેમને 51 હજારનું અનુદાન આ હોસ્પિટલને આયુ હતું
- text