મોરબી જિલ્લાના શિક્ષકોની ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે

- text


જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આયોજન

મોરબી : મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા મોરબી જિલ્લાના શિક્ષકોની ડે-ક્રિકેટ ટુર્નામેન્ટ 2022નું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબી જિલ્લાના શિક્ષકોમાં રહેલી એકતા, સહકાર અને ખેલદિલીની ભાવના ઉજાગર કરવાના આશયથી મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આયોજિત મોરબી જિલ્લાના શિક્ષકોની ડે-ક્રિકેટ ટુર્નામેન્ટનો આરંભ આગામી તા. 30ને બપોરે 12 કલાકે મોરબી-માળીયા હાઇવે પર નવા નાગડાવાસના પાટીએ હોટેલ JKT પાસે મુરલીધર ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવશે. જેમાં જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન પ્રવિણભાઈ સોનાગ્રા, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સી. સી. કાવર અને નવા નાગડાવાસના સરપંચ સુખાભાઈ ડાંગર દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવનાર છે.

કાર્યક્રમમાં અતિથી વિશેષ તરીકે મુરલીધર ક્રિકેટ ગ્રાઉન્ડના ઓનર સુરેશભાઈ ડાંગર, ટીચર ટ્રેનીંગ કો-ઓર્ડીનેટર પ્રવિણભાઈ ભોરણીયા, BRC માળીયા નિરંજની નરેન્દ્રભાઈ, BRC હળવદ પ્રવિણસિંહ ચૌહાણ, BRC મોરબી ચિરાગભાઈ આદ્રોજા, BRC વાંકાનેર અબ્દુલભાઇ શેરસીયા અને BRC ટંકારા કલ્પેલભાઇ ફેફર હાજર રહેશે.

વધુમાં, સમાપન કાર્યક્રમ તા. 1 મેને બપોરે 3 કલાકે મુરલીધર ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરાના અઘ્યક્ષસ્થાને યોજાશે. જેમાં મુખ્ય મહેમાન તરીકે જિલ્લા પ્રાર્થામક શિક્ષણાધિકારી બી. એમ. સોલંકી તથા અતિથી વિશેષ તરીકે મુરલીધર ક્રિકેટ ગ્રાઉન્ડના ઓનર સુરેશભાઈ ડાંગર, માળીયા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ડો. શર્મિલાબેન હુમલ, હળવદ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી દીપાબેન બોડા, વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ડો. જીગ્નેશભાઈ વોરા, ટંકારા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી દિનેશભાઈ ગરચર તેમજ જિલ્લા પંચાયતના સ્પોટર્સ એન્ડ રિક્રિએશન ક્લબના મંત્રી તુષારભાઈ બોપલીયા હાજર રહેશે.

- text

સમાપન કાર્યક્રમમાં મોરબી જિલ્લા પંચાયતની ટીમ 30મી સ્વ. બળવંતરાય મહેતા સિઝન બોલ ટુર્નામેન્ટ અમદાવાદ-2022 ખાતે ગુજરાત રાજ્યની 33 ટિમોએ ભાગ લીધેલ હતો. તેમાંથી સેમી ફાઇનલ સુધી પહોંચી મોરબી જિલ્લાનું ગૌરવ વધારેલ તે બદલ દરેક ખેલાડીનું સન્માન મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા કરવામાં આવશે. તેમજ મોરબી જિલ્લા પ્રાર્થોમક શિક્ષક સંઘ આયોજીત ક્રિકેટ ટુર્નામેન્ટમાં જે ટીમ ફાઈનલ જીતશે. તેની સામે મોરબી જિલ્લા પંચાયત ટીમનો ફ્રેન્ડલીમેચ રમાડવામાં આવશે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text