- text
સ્થાનિક લોકોને અંધારામાં રાખી વાંધો હોવા છતાં અલગ ગ્રામ પંચાયત બનાવી દીધાના આક્ષેપ સાથે વહીવટીદારને રજુઆત
મોરબી : મોરબી નજીક આવેલી ભડીયાદ ગ્રામ પંચાયતમાંથી પંચાયત વિભાગે અલગ જવાહર ગ્રામ પંચાયતનું ગઠન કરી દીધું છે. આજે આ નવી ગ્રામ પંચાયતની પ્રથમ ગ્રામસભામાં જવાહર સોસાયટીના લોકોએ જ નવી જવાહર ગ્રામ પંચાયતનો બહિષ્કાર કરી દીધો હતો અને સ્થાનિક લોકોને અંધારામાં રાખી વાંધો હોવા છતાં અલગ ગ્રામ પંચાયત બનાવી દીધાના આક્ષેપ સાથે વહીવટીદારને રજુઆત કરી છે.
- text
ભડીયાદ ગ્રામ પંચાયતમાં વર્ષોથી બહોળા જનસમુદાય ધરાવતી જવાહર સોસાયટી સહિતના અનેકવિધ વિસ્તારો સમાવિષ્ટ છે. ત્યારે હવે ભડીયાદ ગ્રામ પંચાયતનું વિભાજન કરીને અલગ જવાહર ગ્રામ પંચાયત બનાવવાની પંચાયત વિભાગે મંજૂરી પણ આપી દીધી છે.જેની સામે જવાહર સોસાયટીના લોકોએ અગાઉ પણ વિરોધ વ્યક્ત કર્યો હતો.દરમિયાન આજે નવી બનેલી જવાહર ગ્રામ પંચાયતની પ્રથમ ગ્રામસભા મળી હતી.જેમાં જવાહર સોસાયટીના લોકોએ નવી ગ્રામ પંચાયતનો ઉગ્ર વિરોધ કર્યો હતો અને અગાઉના તેમના વિરોધની ધરાર અવહેલના કરી નવી ગ્રામ પંચાયત બનાવી દીધી હોવાનો તેમજ ગ્રામ પંચાયતની જૂની બોડીએ જવહાર સોસાયટી સહિતના વિસ્તારોને અંધારામાં રાખી નવી ગ્રામ પંચાયતનો ઠરાવ કરી લોકોની સહી લીધી તેમજ જવાબદાર અધિકારીઓ અને પદાધિકારીઓ પણ તેમની અરજી ધ્યાને ન લેતા હોવાનો આક્ષેપ કરી નવી પંચાયત ન જોઈતી હોવાનું જાણવી ભડીયાદ ગ્રામ પંચાયતમાં રહેવાનું જણાવ્યું હતું.
- text