ખોખરા હનુમાન હરિહરધામ મંદિરે શ્રી રામકથામાં ઉમટી પડયું માનવ મહેરામણ

- text


૧૫,૦૦૦ જેટલા રામ ભક્તોએ ફરાળ પ્રસાદનો લાભ લીધો

મોરબી: ખોખરા હનુમાન હરિહરધામ મંદિર ખાતે હાલ ભવ્ય શ્રી રામ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. દરરોજ મોટી સંખ્યામાં રામ ભક્તો કથા શ્રવણ માટે ઉમટી પડે છે. ત્યારે આજરોજ રામનવમી હોય આશરે ૧૫,૦૦૦ જેટલા રામ ભક્તો કથા સાંભળવા માટે આવી પહોંચ્યા હતા અને તમામને ફરાળનો ભોજન પ્રસાદ પીરસવામાં આવ્યો હતો.

- text

મોરબીના ભરતનગર (બેલા) નજીક ખોખરા હનુમાન હરિહરધામ ખાતે હનુમાનજીની રાજ્યમાં સૌથી ઊંચી મૂર્તિના અનાવરણ પ્રસંગે રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. આજરોજ રામનવમીનો વિશેષ અવસર હોય કથાનું રસપાન કરવા માટે મોટી સંખ્યામાં રામ ભક્તો ઉમટી પડ્યા હતા. આજે વ્યાસપીઠ પરથી કનકેશ્વરી દેવીએ કથાનું રસપાન કરાવ્યું હતું. આજે કથાના બીજા દિવસે આશરે ૧૫,૦૦૦ જેટલા રામ ભક્તો કથાનું શ્રવણ કરવા પહોંચ્યા હતા. કથા સાંભળવા આવેલા તમામ ભક્તો માટે ફરાળની વ્યવસ્થા કરવામાં આવી હતી. ફરાળમાં ભક્તોને સામાની ખીચડી, કેળા, ટોપરાપાક, ફરાળી પુરી, ચેવડો સામાની કઢી વગેરેનો ભોજન પ્રસાદ પીરસવામાં આવ્યો હતો.

- text