- text
ગોકુળનગર-લાયન્સનગર મેઈન રોડ ઉપર રોડ પહોળો કરવાની કામગીરીમાં અડચણરૂપ દબાણોને તંત્રએ તોડી પાડયા
મોરબી : મોરબીના શનાળા બાયપાસ ઉપર આવેલા ગોકુળનગર-લાયન્સનગર મેઈન રોડ ઉપર આજે નગરપાલિકા તંત્ર ગેરકાયદે કાચા-પાકા દબાણો ઉપર ડીમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને પાલિકા તંત્રએ રોડ પહોળો કરવાની કામગીરીમાં અડચણરૂપ દબાણોને તંત્રએ તોડી પાડી જગ્યા ખુલ્લી કરી છે.
મોરબીના શનાળા બાયપાસ પર આવેલા ગોકુળનગર-લાયન્સનગર મેઈન રોડ સાવ સાંકડો થઈ જતા આ રોડને પહોળો કરવા માટે નગરપાલિકા તંત્ર દ્વારા કામગીરી ચાલી રહી છે. એ દરમિયાન ગોકુળનગર-લાયન્સનગર મેઈન રોડ ઉપર ઘણા સમયથી 30 થી વધુ કાચા પાકા ગેરકાયદે દબાણો ખડકાઈ ગયા હોય ત્યારે રોડને પહોળો કરવા માટે આ દબાણો અવરોધરૂપ હોવાથી પાલિકા તંત્ર દ્વારા દુકાનો, લારી, વાડા સહિતના કાચા પાકા દબાણ કરનાર દબાણકારોને અગાઉ નોટિસ આપવામાં આવી હતી.
- text
તંત્રએ નોટિસ આપ્યા બાદ પણ દબાણકારોએ મચક ન આપતા આજે નગરપાલિકા તંત્ર દ્વારા ડીમોલેશનનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું હતું અને ગોકુળનગર – લાયન્સનગર મેઈન રોડ ઉપર ખડકાયેલા દબાણો ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે.અત્યાર સુધીમાં પાંચથી સાત દુકાનો સહિતના દબાણો દૂર કરી દેવામાં આવ્યા છે. હજુ ગેરકાયદે વાડા સહિતના દબાણો હોય એ દબાણ હટાવ કામગીરી ચાલશે તેમજ નગરપાલિકાના પવડી વિભાગના હિતેશભાઈ રવેશિયાએ જણાવ્યું હતું. આ કાર્યવાહીમાં ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલા સહિતનો સ્ટાફ જોડાયો હતો.
- text