પોલિયો રસીકરણ ઝુંબેશને આગળ ધપાવતું હડમતીયા આરોગ્ય હેલ્થ સેન્ટર

- text


હડમતીયા : પોલિયો દિવસ નિમિત્તે રાજ્ય સરકારના આરોગ્ય મંત્રાલય વિભાગ દ્વારા 0 થી 5 વર્ષના બાળકોને પોલિયો રસીકરણ અભિયાનની શરુઆત કરવામાં આવી હતી.આ અભિયાનને હડમતીયા આરોગ્ય હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર દ્વારા હાથ ધરવામાં આવ્યું છે.હડમતીયામાં જુદી-જુદી જગ્યાએ પોલિયો બુથ ખોલી તમામ જગ્યાએ બાળકોને પોલિયાના ટીપા પીવડાવવામાં આવે છે.

- text

ભારત પોલિયો મુક્ત થઈ ગયો છે.પરંતુ હજુ કેટલાક દેશોમાંથી પોલિયો નાબુદ ન થયો હોવાથી તે ફરીથી ફેલાવવાની શક્યતાને લઇને ભારત સરકારનાં આરોગ્ય મંત્રાલય દ્વારા અભિયાનની શરુઆત કરવામાં આવી છે.ત્યારે ટંકારા તાલુકાના હડમતિયામા આરોગ્ય હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર દ્વારા જુદી-જુદી જગ્યાએ પોલિયો બુથ ખોલી તમામ જગ્યાએ ગ્રામપંચાયત સતાધીશો અને ગામના .સામાજિક કાર્યકર દ્વારા બુથ પર 0 થી 5 વર્ષના દરેક બાળકોને ” બે બુંદ જીંદગી કે” આપી શુભારંભ કરવામાં આવ્યો.ગામમાં આરોગ્ય હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર,નવા પ્લોટ રામજીમંદિર,જુનાં ગામ રામજીમંદિર,આંગણવાડી કેન્દ્ર એમ ચાર જગ્યા પર બુથ ખોલી આરોગ્ય કર્મીઓ,આશાવર્કર,આંગણવાડી વર્કર તેમજ ગ્રામપંચાયતના ઉપસરપંચ ચંદ્રિકાબેન ખાખરીયા,ગ્રામપંચાયત સદસ્યો તેમજ આરોગ્ય સંજીવની સદસ્ય અને સામાજિક કાર્યકર રમેશભાઇ ખાખરીયા દ્વારા કોરોનાની ગાઈડ લાઈન અનુસાર આ અભિયાનની શરુઆત કરવામાં આવી છે.

- text