મોરબીના જેતપર સીટ હેઠળના સમરસ થયેલા 16 ગામોને 1-1 લાખની સહાય અર્પણ

- text


ગ્રામ પંચાયતની ચૂંટણી વખતે અજય લોરીયાએ આપેલું વચન નિભાવ્યું

મોરબી : મોરબી જિલ્લાની અગાઉ યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણી વખતે જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન અને લોકસેવક અગ્રણી અજયભાઈ લોરીયાએ જેતપર સીટ હેઠળ આવતા ગામો સમરસ થશે તો તેને ગામ દીઠ 1-1 લાખની સહાય આપવાની જાહેરાત કરી હતી. ત્યારે તેમના પ્રયાસોથી જેતપર સીટ હેઠળના 16 ગામો સમરસ થતા ગ્રામ પંચાયતની ચૂંટણી વખતે અજય લોરીયાએ આપેલું વચન નિભાવી આ 16 ગામોને 1-1 લાખની સહાય આપવામાં આવી હતી.

મોરબીના જેતપર જિલ્લા પંચાયતમાં 24 જેટલા ગામો આવે છે આ 24 જેટલા ગામોમાંથી અને મોરબી તાલુકામાં સૌથી વધુ આ જેતપર જિલ્લા પંચાયતની સીટમાં અજય લોરીયાના પ્રયાસોથી 16 જેટલા સમરસ ગામો થયા છે. જો કે અગાઉ તેઓએ જેતપર સીટ હેઠળ આવતા ગામો સમરસ થશે તો તેને ગામ દીઠ 1-1 લાખની સહાય આપવાની જાહેરાત કરી હતી. આથી બોલેલું વચન નિભાવીને આજે 16 સમરસ થયેલા ગામોને 1-1 લાખની સહાય અર્પણ કરવામાં આવી હતી.

જેતપર સીટના સમરસ ગામોને આપેલું વચન નીભાવ્ય છે અને રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા, જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયા, જીલ્લા ભાજપ મહામંત્રી રણછોડભાઈ દલવાડી, બાબુભાઇ હુંબલ, તાલુકા ભાજપ મહામંત્રી બચુભાઈ ગળચર, જીલ્લા પંચાયત ચેરમેન હીરાભાઈ ટમારિયા, પ્રવીણભાઈ સોનગ્રા,અશોકભાઈ ચાવડા, વિશાલભાઈ ઘોડાસરા,રાકેશભાઈ કાવર,અશોકભાઈ દેસાઈ, સદસ્ય રવજીભાઈ,મેરાભાઈ તેમજ અન્ય આગેવાનોની ઉપસ્થિતિમાં જેતપર સિતના 16 ગામોને 1-1 લાખની સપ્રેમ ભેટ આપી હતી.

- text

આ તકે અજય લોરીયાએ જણાવ્યું હતું કે, હું સતા માં રહું કે ના રહું પણ તમારા માટે કામો કરતો રહીશ. અમે સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશન થકી ગરીબ વિદ્યાર્થીઓની ફી ભરીએ છીએ તેમજ શહીદ જવાનોના ઘરે જઈ અને મદદ કરીએ છીએ .હું આજીવન તમારી સેવા માટે તત્પર છું.

- text