મોરબીના ઉંચીમાંડલ નજીકથી પિસ્તોલ સાથે યુવાનને ઝડપી લેતી તાલુકા પોલીસ

- text


મોરબી : મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામ નજીક તળાવીયા-શનાળા જવાના રસ્તેથી હાથ બનાવટની પિસ્તોલ સાથે એક શખ્સને ઝડપી લઈ મોરબી તાલુકા પોલીસે આર્મ્સ એકટ હેઠળ કાર્યાવહી હાથ ધરી હતી.

મોરબી તાલુકા પોલીસ ઇન્સ્પેકટર વી.એલ.પટેલના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેકટ વી.જી.જેઠવા સર્વેલન્સ સ્ટાફ સાથે મોરબી તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામ પાસે તળાવીયા શનાળા ગામ જવાના રસ્તે પ્રાથમિક શાળા નજીક પહોંચતા કુંભારપરા, સુરેન્દ્રનગરનો અજીતભાઇ શૈલેષભાઇ મકવાણા નામનો શખ્સ શંકાસ્પદ હાલતમાં હિલચાલ કરતો જોવામાં આવતા તુરત જ તેને પકડી પાડી અંગઝડતી કરતા તેના પેન્ટના નેફામાંથી એક હાથ બનાવટની પિસ્તોલ કિંમત રૂપિયા 10, હજાર વાળી મળી આવતા આર્મ્સ એકટ હેઠળ ગુન્હો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

- text

આ કામગીરી પીએસઆઇ વી.જી.જેઠવા, એ.એસ.આઇ. જયેન્દ્રસિંહ ખોડુભા ઝાલા, પો.હેડ કોન્સ. સુરેશભાઇ હુંબલ, પો.કોન્સ. ફતેસંગ પરમાર, દિવ્યરાજસિંહ જાડેજા, જયદીપભાઇ પટેલ તથા પંકજભા ગુઢડા દ્વારા કરવામાં આવેલ હતી.

- text