મોરબીમાં જુના ઘુંટુ રોડ અને લાલપર નજીકથી બે બાઈક ચોરાયા

- text


મોરબી સીટી બી ડિવિઝન અને તાલુકા પોલીસે ફરિયાદ નોંધી

મોરબી : મોરબી શહેરમાં વાહનચોરીનો સિલસિલો યથાવત રહ્યો છે અને જુના ઘુંટુ રોડ તેમજ લાલપર રોડ ઉપરથી બે બાઈક ચોરાતાં સિટી બી ડિવિઝન પોલીસ અને મોરબી તાલુકા પોલીસે બે અલગ અલગ ફરિયાદ નોંધી છે.

પ્રથમ બનાવમાં જુના ઘુટુ રોડ, ઝીલટૉપ સીરામીકની સામે ચીંતન વિદ્યાલયની બાજુમાથી
મોહમદ આબિદભાઇ મોહમદ તૈયબઅલીનું રૂપિયા 25 હજારની કિંમતનું ડ્રિમ યુગા મોટર સાયકલ આરોપી
હાજીભાઇ અકબરભાઇ માણેક ચોરી જતા બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

- text

જ્યારે લાલપર નજીક માઇક્રો ટેક સીરામીક લેબ નામના કારખાનાના ગેટ પાસે બહારના ભાગેથી કોઈ અજાણ્યો તસ્કર રૂષી પ્રકાશભાઇ કોરડીયાનું રૂપિયા 35 હજારની કિંમતનું હોન્ડા સીડી-110 મોટર સાઇકલ ચોરી જતા મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text