મોરબીના જેતપર હાઇવે ઉપર આઇસરચાલકે યુવાનનો ભોગ લીધો

- text


અકસ્માત સર્જી નાસી ગયેલા આઇસરચાલક વિરુદ્ધ ફરિયાદ

મોરબી : અકસ્માત માટે કુખ્યાત બનેલા મોરબી જેતપર હાઇવે રોડ ઉપર પીપળી ગામના બસ સ્ટેશન પાસે અજાણ્યા આઇસર ચાલકે બાઈક ચાલકને અડફેટે લઈ મૃત્યુ નિપજાવતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી જેતપર હાઇવે રોડ ઉપર પીપળી ગામના બસ સ્ટેશન પાસે બાઈક લઈને જી રહેલા ભરતભાઇ આહીરને અજાણ્યા આઇસર ચાલકે હડફેટે લેતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતના આ બનાવ અંગે મૃતકના માસિયાઈ ભાઈ સુખદેવભાઇ આલાભાઇ માડમ, રહે-શોભેશ્વર રોડ મધુસ્મૃતી સોસાયટી શોભેશ્વર મંદિરની બાજુમા મોરબી વાળાએ અકસ્માત સર્જી નાસી છૂટેલા આઇસર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ ૨૭૯,૩૦૪(અ) તથા એમ વી એકટ કલમ-૧૭૭,૧૮૪, ૧૩૪ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text