- text
હળવદ તાલુકાના રણમલપુર ગામની ઘટનામાં ફરજમાં રુકાવટ અંગે પોલીસને લેખિત અરજી
હળવદ : હળવદ તાલુકાના રણમલપુર ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં બાળકોને કોરોના રસી મુકવવા આવેલા બે શખ્સોએ કોરોના રસી ઉપલબ્ધ ન હોવાથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ફાર્માસિસ્ટને માર મારી સ્વેટર ફાડી નાખતા ફરજમાં રુકાવટ મામલે પોલીસને અરજી કરવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલે હળવદ તાલુકાના રણમલપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ ઉપર હાજર રહેલા મૂળ ગાંધીનગરના રહેવાસી શૈલેષભાઈ પ્રફુલભાઈ ઝાલા નામના ફાર્માસિસ્ટ પાસે આજ ગામના બે બાળકો રસી મુકાવવા માટે આવ્યા હતા.
- text
જો કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કોરોના રસીનો જથ્થો ઉપલબ્ધ ન હોવાથી ફાર્માસિસ્ટ શૈલેષભાઈ ઝાલાએ આજે રસી નથી તેવું જણાવતા ભરત રણછોડ પારેજીયા તથા વિપુલ રણછોડ પારેજીયા નામના બાળકોના પિતા તેમજ કાકાએ ફાર્માસિસ્ટને માર મારી સ્વેટર ફાડી નાખતા ફરજમાં રુકાવટ મામલે હળવદ પોલીસ મથકમાં લેખિત અરજી કરવામા આવી છે.
- text