- text
મોરબી: વનખાતાના વન વિસ્તરણ મદદનીશોને સરકાર દ્વારા ઉચ્ચતર પગાર ધોરણમાં અન્યાય કરવામાં આવ્યો હોય તે મુદ્દે વિવિધ ક્ષેત્રીય રેન્જ કચેરીઓના નિવૃત અધિકારીઓએ મોરબી જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.
આવેદનપત્ર મારફત કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે રાજ્ય સરકારે વનપાલ સંવર્ગનું નામાભિધાન વન વિસ્તરણ મદદનીશ કરીને વનપાલની ભરતીના માપદંડો,ફરજ અને પગાર ધોરણ પણ એકસરખા 330-560 પ્રમાણેથી ૧૯૭૭ થી ૧૯૮૪ના આઠ વર્ષના લાંબા સમયગાળા સુધીમાં 750 જેટલા વન વિસ્તરણ મદદનીશની બહોળા પ્રમાણમાં ભરતી કરી હતી.પરંતુ સરકાર દ્વારા પગાર ચૂકવવામાં ભેદભાવ કરવામાં આવ્યો છે.
સરકારે વન વિસ્તરણ મદદનીશ કેડરને એકાંકી સંવર્ગ ગણી આ જગ્યા પ્રમોશનને પાત્ર નથી એવું ઉતાવળિયું અર્થઘટન કરી પ્રમોશન ના આપ્યું તેમજ મળવાપાત્ર પગાર ધોરણ 1640-2900ના બદલે 1400-2600 પગારધોરણ આપી અન્યાય કર્યો છે. વનપાલ અને વનવિસ્તરણ મદદનીશ બંને કેડર એક સમાન હોય ઉપરાંત બંને કેડરને એક સમાન કામ,સમાન વેતન મેળવવાના નિયમનો ઉલાળિયો કરી અન્યાય સાથે આર્થિક નુકસાન કર્યું છે.
- text
આમ સરકારે વન વિસ્તરણ મદદનીશોના ઉચ્ચતર પગાર ધોરણમાં થયેલ અન્યાય બાબતે સરકારના સુશાસન સપ્તાહની ઉજવણી અંતર્ગત હકારાત્મક અભિગમ અપનાવી સમયાંતરે થયેલા સુધારા વધારાને ધ્યાને લઇ જુનિયર કર્મચારીઓની સાપેક્ષમાં સિનિયર કર્મચારીઓને પગારમાં થતો અન્યાય દૂર કરવા નિવૃત અધિકારીઓએ માંગ ઉઠાવી છે.
- text