- text
ડોક્ટરોએ સાજા થયેલ કોરોનાના દર્દીના હસ્તે ઉદ્ઘાટન કરાવી પ્રેરણાદાયી પહેલ કરી
મોરબી : મોરબીના ઉદ્યોગપતિના હસ્તે ચેન્નાઈમાં આયોજિત ઇકમો કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરાયું હતું. ડોક્ટરોએ સાજા થયેલ કોરોનાના દર્દી કે જે મોરબીના ઉદ્યોગપતિ છે, તેના હસ્તે ઉદ્ઘાટન કરાવી પ્રેરણાદાયી પહેલ કરી હતી.
મોરબીના યુવા ઉદ્યોગપતિ દિપકભાઇ કેશવજીભાઈ બાવરવા કોવિડની બીજી લહેરમાં સંક્રમિત થયેલ હતા. જેઓ શરૂઆતમાં રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધેલી પરંતુ તે સારવાર કારગત ન નીવડતા, વધુ સારવાર માટે એર એમ્બયુલન્સ કરી, ચેન્નાઇની એમ.જી.એમ. હોસ્પિટલ લઇ ગયેલ હતા. ત્યાં ડો. સુરેશ રાવ અને તેમની ટીમ દ્વારા 4 મહીના સુધી સઘન સારવાર કરવામાં આવેલ હતી. બે વખત ઈકમો જેવી જટિલ સારવાર કરીને દર્દીને નવજીવન આપેલ છે. ફેફસાંના પ્રત્યારોપણની આવશ્યકતા ન પડેલ તેવી શ્રેષ્ઠ સારવાર આપવા બદલ ઉદ્યોગપતિએ ડોકટરોની ટીમને ધન્યવાદ વ્યક્ત કર્યો હતો.
તાજેતરમાં એમ.જી.એમ. – ચેન્નાઇ ખાતે ઇકમો (ECHMO)ની કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું ઉદ્દઘાટન રાજકીય નેતા કે સેલેબ્રીટીના હસ્તે કરવાના બદલે ડોકટરોએ તેમના સાજા થયેલ દર્દી દિપકભાઇ બાવરવાને હસ્તે કરેલ છે, તે બાબત પ્રશંસાને પાત્ર છે. આ આનંદની ઘડીએ કુટુંબીઓએ હર્ષ વ્યક્ત કર્યો હતો.
- text
મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..
આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..
- text