MCX વિક્લી રિપોર્ટ :સોનાના વાયદાના ભાવમાં રૂ.707 અને ચાંદીમાં રૂ.1,353નો ઉછાળો

- text


 

ક્રૂડ તેલમાં વૃદ્ધિઃ કોટનનો વાયદો ગાંસડીદીઠ રૂ.700ની તેજી સાથે રૂ.32 હજારને પારઃ સીપીઓ, રબર, મેન્થા તેલમાં સાર્વત્રિક નરમાઈઃ બુલડેક્સ ફ્યુચર્સમાં 271 પોઈન્ટ, મેટલડેક્સ ફ્યુચર્સમાં 584 પોઈન્ટ અને એનર્જી ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 239 પોઈન્ટની મૂવમેન્ટ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 10થી 16 ડિસેમ્બરના સપ્તાહ દરમિયાન 2,015,558 સોદાઓમાં કુલ રૂ.160,328.58 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના ડિસેમ્બર વાયદામાં 271 પોઈન્ટ, બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના ડિસેમ્બર વાયદામાં 584 પોઈન્ટ તેમજ એનર્જી ઈન્ડેક્સના જાન્યુઆરી વાયદામાં 239 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.

કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ ખાતે 661,989 સોદાઓમાં રૂ.58,016.19 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.2,206.80 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.416.74 કરોડ અને ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.55,328.79 કરોડનાં કામકાજ થયાં હતાં. બિનલોહ ધાતુઓના કોલ અને પુટ ઓપ્શન્સમાં તાંબામાં રૂ.6.83 કરોડનાં 92.500 ટન, નિકલમાં રૂ.56.75 કરોડનાં 358.500 ટન અને જસતમાં રૂ.28 લાખનાં 10 ટનનાં કામકાજ થયાં હતાં.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, સપ્તાહ દરમિયાન એમસીએક્સ ખાતે 17,222 સોદાઓમાં રૂ.1,465.73 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 8,447 સોદાઓમાં રૂ.677.98 કરોડનાં 9,610 લોટ્સ, મેટલડેક્સ વાયદામાં 7,505 સોદાઓમાં રૂ.699.62 કરોડનાં 8,314 લોટ્સ અને એનર્જી ઈન્ડેક્સ વાયદામાં 1,270 સોદાઓમાં રૂ.88.13 કરોડનાં 1,286 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ સપ્તાહના અંતે બુલડેક્સ વાયદામાં 1,405 લોટ્સ, મેટલડેક્સ વાયદામાં 852 લોટ્સ અને એનર્જી ઈન્ડેક્સ વાયદામાં 141 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ ડિસેમ્બર વાયદો 14,030ના સ્તરે ખૂલી, ઊપરમાં 14,266 અને નીચામાં 13,995ના સ્તરને સ્પર્શી, 271 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 220 પોઈન્ટ વધી 14,255ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ ડિસેમ્બર વાયદો 16,868ના સ્તરે ખૂલી, 584 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 212 પોઈન્ટ વધી 17,084ના સ્તરે પહોંચ્યો હતો. આ સામે એનર્જી ઈન્ડેક્સનો જાન્યુઆરી વાયદો 5,450ના સ્તરે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં 5,608 અને નીચામાં 5,369 બોલાઈ, સપ્તાહ દરમિયાન 239 પોઈન્ટની મૂવમેન્ટ સાથે સપ્તાહના અંતે 87 પોઈન્ટ વધી 5,574ના સ્તરે બંધ થયો હતો.

કીમતી ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે સપ્તાહ દરમિયાન સોના-ચાંદીમાં 703,460 સોદાઓમાં કુલ રૂ.39,987.55 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.47,981ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.48,677 અને નીચામાં રૂ.47,862 સુધી જઈ, સપ્તાહનાં અંતે રૂ.707 વધી રૂ.48,646ના ભાવે બંધ થયો હતો. આ સામે ગોલ્ડ-ગિની ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.407 વધી રૂ.38,803 અને ગોલ્ડ-પેટલ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.40 વધી રૂ.4,825ના ભાવે બંધ થયો હતો.

ચાંદીના વાયદાઓમાં એમસીએક્સ ચાંદી માર્ચ વાયદો 1 કિલોદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.60,796ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.62,274 અને નીચામાં રૂ.60,050 સુધી જઈ, સપ્તાહનાં અંતે રૂ.1,353 વધી રૂ.62,151 બંધ થયો હતો. ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.1,320 વધી રૂ.62,414 અને ચાંદી-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.1,325 વધી રૂ.62,421 બંધ થયો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં સપ્તાહ દરમિયાન એમસીએક્સ ખાતે 122,190 સોદાઓમાં રૂ.23,368.93 કરોડના વેપાર થયા હતા.

- text

એલ્યુમિનિયમ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.5.35 વધી રૂ.219.80 અને જસત ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.11.40 વધી રૂ.289ના ભાવે બંધ થયો હતો. આ સામે તાંબુ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.7.20 વધી રૂ.741.90 અને નિકલ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.12.7 ઘટી રૂ.1,546.40 તેમ જ સીસું ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.1 વધી રૂ.186ના ભાવે બંધ થયો હતો.

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં સપ્તાહ દરમિયાન એમસીએક્સ ખાતે 496,151 સોદાઓમાં કુલ રૂ.35,683.93 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ડિસેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે રૂ.5,388ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.5,562 અને નીચામાં રૂ.5,295 સુધી જઈ, સપ્તાહનાં અંતે 1 બેરલદીઠ રૂ.116 વધી રૂ.5,522 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ ડિસેમ્બર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.1.50 વધી રૂ.293.80 બંધ થયો હતો.

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 14,546 સોદાઓમાં રૂ.1,806.25 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલોદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.1,735ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.1835.50 અને નીચામાં રૂ.1735 સુધી જઈ, સપ્તાહનાં અંતે રૂ.64.50 વધી રૂ.1,824.50 બંધ થયો હતો. આ સામે રબર ડિસેમ્બર વાયદો 100 કિલોદીઠ રૂ.17,800ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.18,000 અને નીચામાં રૂ.17,199 સુધી જઈ, સપ્તાહનાં અંતે રૂ.733 ઘટી રૂ.17,263ના ભાવે બંધ થયો હતો. સીપીઓ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 10 કિલોદીઠ રૂ.1,108ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.1110.90 અને નીચામાં રૂ.1044 સુધી જઈ, સપ્તાહનાં અંતે રૂ.28.10 ઘટી રૂ.1075.20 બંધ થયો હતો. મેન્થા તેલના વાયદાઓમાં ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.0.30 ઘટી રૂ.968.90 અને કોટન ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગાંસડીદીઠ રૂ.700 વધી રૂ.32,030 બંધ થયો હતો.

કામકાજની દૃષ્ટિએ સપ્તાહ દરમિયાન એમસીએક્સ ખાતે કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 116,480 સોદાઓમાં રૂ.17,078.60 કરોડનાં 35,446.084 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 586,980 સોદાઓમાં કુલ રૂ.22,908.95 કરોડનાં 3,740.535 ટનના વેપાર થયા હતા. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમના વાયદાઓમાં રૂ.2,222.66 કરોડનાં 102,775 ટન, જસતના વાયદાઓમાં રૂ.3,397.52 કરોડનાં 121,705 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.11,279.24 કરોડનાં 153,997.500 ટન, નિકલના વાયદાઓમાં રૂ.5,969.73 કરોડનાં 38,715 ટન અને સીસું કોન્ટ્રેક્ટ્સમાં રૂ.499.78 કરોડનાં 26,965 ટનનાં કામકાજ થયાં હતાં. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 243,869 સોદાઓમાં રૂ.21,276.71 કરોડનાં 39,374,100 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 252,282 સોદાઓમાં રૂ.14,407.22 કરોડનાં 488,381,250 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદાઓમાં 19 સોદાઓમાં રૂ.1.21 કરોડનાં 136 ટન અને કોટનના વાયદાઓમાં 5,652 સોદાઓમાં રૂ.608.20 કરોડનાં 192275 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 589 સોદાઓમાં રૂ.23.81 કરોડનાં 248.04 ટન, રબરના વાયદાઓમાં 99 સોદાઓમાં રૂ.1.87 કરોડનાં 106 ટનના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં 8,187 સોદાઓમાં રૂ.1,171.16 કરોડનાં 109,220 ટનનાં કામકાજ થયાં હતાં.

ઓપન ઈન્ટરેસ્ટ સપ્તાહના અંતે એમસીએક્સ ખાતે સોનાના વિવિધ વાયદાઓમાં 13,801.271 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 593.448 ટન, એલ્યુમિનિયમમાં 10,785 ટન, જસત વાયદામાં 12,855 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં 11,797.500 ટન, નિકલ વાયદામાં 2,916 ટન, સીસું કોન્ટ્રેક્ટ્સમાં 3,470 ટન, ક્રૂડ તેલમાં 476,100 બેરલ અને નેચરલ ગેસમાં 11,970,000 એમએમબીટીયૂ તેમ જ કપાસમાં 92 ટન, કોટનમાં 148725 ગાંસડી, મેન્થા તેલમાં 352.44 ટન, રબરમાં 81 ટન, સીપીઓમાં 84,480 ટનના સ્તરે રહ્યો હતો.

- text