મોરબીમાં ચોરીના ઇરાદે પડોશીએ જ વૃદ્ધને મોતને ઘાટ ઉતર્યાની ફરિયાદ

- text


આરાધના સોસાયટીમાં હત્યાના બનાવમાં પુત્રીની ફરિયાદને આધારે ગુન્હો દાખલ : ચોરી કરવાની ટેવ વાળો પાડોશી ફરાર

મોરબી : મોરબીમાં પરિવારજનો લગ્ન પ્રસંગે ગોવા ગયા બાદ ઘરમાં એકલા રહેલા વૃદ્ધને ચોરી કરવાના ઇરાદે ઘરમાં ઘુસેલા પાડોશી શખ્સે જ મોતને ઘાટ ઉતર્યા હોવાની ફરિયાદ મૃતકની પુત્રીએ નોંધાવતા પોલીસે નાસી છૂટેલા પાડોશી એવા શખ્સને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

મોરબીમાં ચકચાર મચાવનાર ચોરીના ઇરાદે થયેલ હત્યા અંગેની વિગતો જોઈએ તો શહેરની આરાધના સોસાયટીમાં રહેતા દિનેશભાઇ અમૃતલાલ મહેતા નામના વયોવૃદ્ધની તેમના ઘરમાં જ લાશ મળી આવતા તેમના પાડોશમાં રહેતા સગા અને પાડોશીઓએ પોલીસને જાણ કરી હતી. બાદમાં ગોવા લગ્નમાં ગયેલ પરિવાર પરત આવતા મૃતકના અમદાવાદ રહેતા પુત્રી નિમિષાબેન વિરલભાઈ શાહએ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

નિમિષાબેન વિરલભાઈ શાહએ પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે તેમના પાડોશમાં આરાધના સોસાયટીમાં રહેતો કલ્પેશભાઇ ઉર્ફે ઘોઘાભાઇ મુળજીભાઇ કણજારીયા નામનો શખ્સ નાની મોટી ચોરી કરવાની ટેવ ધરાવે છે અને બનાવના દિવસે પણ આરોપી તેમના ઘર આસપાસ આંટાફેરા કરતો હોવાનું અને મૃતક દિનેશભાઇ ઘરમાં એકલા હોવાનું જાણતા ચોરીના ઇરાદે ઘરમાં ઘુસી હત્યા કરી હોવા અંગે વિધિવત ફરિયાદ નોંધાવી હતી.

- text

પોલીસે ભેદભરમના આટાપાટા સર્જતી આ ઘટનામાં મૃતક દિનેશભાઇની પુત્રી નિમિષાબેન વિરલભાઈ શાહની ફરિયાદના આધારે આરોપી કલ્પેશભાઇ ઉર્ફે ઘોઘાભાઇ મુળજીભાઇ કણજારીયા વિરુદ્ધ આઈપીસી કલમ ૩૦૨, ૩૮૦, ૪૫૪, ૫૧૧, તથા જી.પી.એ.કલમ ૧૩૫ મુજબ ફરિયાદ નોંધી આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text