ગ્રામપંચાયતનો ચૂંટણીજંગ : 405 મતદાન મથકો માટે પોલિંગ સ્ટાફ રવાના

- text


આવતીકાલે 197 ગ્રામ પંચાયતની યોજાનાર ચૂંટણી માટે આજથી જ 2 હજારથી વધુનો પોલિંગ સ્ટાફ ફરજ પર હાજર, સાથેસાથે 700 થી વધુ પોલીસ કર્મીઓ મતદાન બુથો ઉપર તૈનાત

મોરબી : આવતીકાલે રવિવારે સવારથી જ યોજાનારી મોરબી જિલ્લાની 197 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે ચૂંટણી તંત્રએ તૈયારીઓનો આખરી ઓપ આપી દીધો છે.જેમાં મતદાનની કામગીરી કરવા માટે જિલ્લાના 405 બુથ ઉપર જવા પોલિંગ સ્ટાફ રવાના થયો છે. આ ચૂંટણી માટે આજથી જ 2 હજારથી વધુનો પોલિંગ સ્ટાફ ફરજ પર હાજર થવાની સાથેસાથે 700 થી વધુ પોલીસ કર્મીઓ મતદાન બુથો ઉપર તૈનાત થઈ જશે.

મોરબી જિલ્લાની ગ્રામ પંચાયતની ચૂંટણી માટે આજે ચૂંટણી તંત્ર દ્વારા મતદાન સહિતની કામગીરી માટે 2 હજારથી વધુ પોલિંગ સ્ટાફને જવાબદારી સોંપી તનામ સલાહ સુચન અને ચૂંટણી લગતા સાહિત્ય સાથે 405 મતદાન બુથો ઉપર ફરજ માટે પોલિંગ સ્ટાફને રવાના કરી દેવામાં આવ્યો છે. સાથેસાથે મતદાન બુથો ઉપર આજથી સુરક્ષા બંદોબસ્ત માટે 700 થી વધુ પોલીસ સ્ટાફ પણ ખડેપગે રહેશે. આ તમામને ફરજ સોંપી દેવામાં આવી છે. આ તમામ સ્ટાફ આજથી જ મતદાન બુથો ઉપર મતદાન માટેની કામગીરીનો મોરચો સાંભળી લેશે.આવતીકાલે સવારથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાન પ્રક્રિયા હાથ ધરાશે.જેમાં ઘૂંટુ પોલીટેકનિક કોલેજ ખાતેથી આર.ઓ.સહિતનો સ્ટાફ રવાના થઈ ગયો છે અને જુદાજુદા ઝોનના અધિકારીઓ સહિતના સ્ટાફને ફાળવી દેવામાં આવ્યા છે. આ સમગ્ર ચૂંટણી કામગીરી ડે કલેકટર ઝાલા અને મામલતદાર જાડેજાની નિગરાની હેઠળ કરવામાં આવશે.

મોરબી ગ્રામ્ય મામલતદાર ડી.જે.જાડેજાએ જણાવ્યું હતું કે, આવતીકાલે 19 ડિસેમ્બરે યોજાનાર ગ્રામ પંચાયતની ચૂંટણીના સંદર્ભે મોરબી તાલુકાના રિસીવિંગ અને ડિસપેચ સેન્ટર સરકારી પોલીટેક્નિક કોલેજ ઘુંટુ ખાતે ડીસ્પેચીગ કરવામાં આવ્યું હતું અને મોરબી તાલુકાના 18 આર.ઓ.દ્વારા 16 ઝોનલ મારફતે મતદાન ટુકડીઓને મતદાન બુથો ઉપર મોકલવામાં આવી છે. આવતીકાલે મોરબી તાલુકાના 48 ગામોના 148 બુથ ઉપર મતદાન થશે.આથી આજે મતદાન ટુકડીઓ કોવિડની ગાઈડલાઈન મુજબ માસ્ક, સેનીટાઈઝ તેમજ વેક્સીન સાથે મોકલવામાં આવી છે. તેમજ મોરબી તાલુકાના જે સંવેદનશીલ મતદાન મથકો છે. એમાં સુરક્ષા વધારી વધારાનો પોલીસ સ્ટાફ પણ ફાળવી દેવાયો છે. આમ મોરબી જિલ્લા વહીવટી તંત્ર આવતીકાલે યોજાનાર ગ્રામ પંચાયતની ચૂંટણી શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાઈ તે માટે તમામ તૈયારી પૂર્ણ કરી સજ્જ બન્યું છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text