- text
બાઈક ચાલક ખાડામાં પડી ગયા બાદ પાછળથી આવતા વાહને બ્રેક મારી દેતા જીવલેણ અકસ્માત સહેજમાં અટક્યો
ટંકારા : મોરબી રાજકોટ હાઇવેની અણઘડ કામગીરી કરનાર કોન્ટ્રાકટરની ઘોર બેદરકારીના પાપે આજે જીવલેણ અકસ્માતની નોબત આવી ગઈ હતી.પરંતુ એક વાહન ચાલકની સમયસૂચકતાથી આવી કોઈ અણધારી આફત આવી ન હતી.જેમાં બાઈક ચાલક ખાડામાં પડી ગયા બાદ પાછળથી આવતા વાહને બ્રેક મારી દેતા જાનહાની ટળી હતી.
મોરબી રાજકોટ હાઇવે ઉપર કોન્ટ્રાકટરની ઘોર બેદરકારીને કારણે પડેલા મસમોટા ખાડા વાહન ચાલકના જીવ લે તેવી દહેશત ઉભી થઇ હતી. આ બનાવ અંગે એક વીડિયો વાયરલ થયો છે. જેમાં સ્પષ્ટપણે દેખાઈ છે કે, એક બાઈક ચાલક મોરબી રાજકોટ હાઇવે પર પડેલા ખાડામાં ખાબકે છે.જો કે આ હાઇવે હોવાથી વાહનો પુરપાટ ગતિએ દોડતા હોય ખાડામાં પટકાયેલા યુવાનનો જીવ જાય તેવી કમકમાટીભરી સ્થિતિ ઉદભવી હતી.પરંતુ સદનસીબે પાછળથી આવતા અન્ય વાહન ચાલકે પિતાના વાહનની ગતિ નિયત્રીત કરીને કાબુ મેળવી સાઈડમાંથી પસાર થઈ જતા ખાડામાં પટકાયેલા બાઈક ચાલકનો જીવ ઉગરી ગયો હતો.
- text
અત્રે ઉલ્લેખનીય છે કે, આજે જે રીતે પાછળના વાહન ચાલકે સમયસૂચકતા વાપરી તેવું વારંવાર બનતું હોતું નથી. પુરપાટ ગતિએ આવતા વાહનો બ્રેક મારે તો તેમને પોતાનો પણ જીવ ગુમાવવો પડે એવી સ્થિતિ હોય છે. એટલે દરેક વખતે આવો ચમત્કાર થવો અસંભવ છે. હકીકતમાં આવી ઘટનાઓ બનવા પાછળ લોટ પાણી અને લાકડા જેવી કામગીરી કરીને તગડી મલાઈ તારવી લેતા કોન્ટ્રાકટરની મેલી મુરાદ જવાબદાર છે. આ હાઇવે પર પડેલા ખાડાને કારણે એનેક વખત વાહન ચાલકો પડી ગયા છે અને આજે તો જાનહાની સુધીની નોબત આવી ગઈ હતી.તેથી સરકાર અને તંત્ર આ બાબતને ગંભીરતા હજારોની અવરજવર ધરાવતા મોરબી રાજકોટ હાઇવે ઉપર વાહન ચાલકોની માર્ગ સલામતી વિશે યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.
મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..
આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..
- text