મોરબીની નવયુગ સ્કુલમાં ફાયર બ્રિગેડે વિદ્યાર્થીઓને ફાયર સેફ્ટી અંગે તાલીમ આપી

- text


મોરબી : આગની ઘટના સમયે સાવચેતી માટે મોરબીની નવયુગ સ્કુલમાં મોરબી ફાયર બ્રિગેડ ટીમે વિદ્યાર્થીઓને ફાયર સેફ્ટી અંગે તાલીમ આપી હતી.

શાળામાં આગ લાગવાના બનાવ અવારનવાર બનતા હોય છે. ત્યારે આગ લાગવા સમયે રક્ષણ મેળવી શકાય તે માટે મોરબીની નવયુગ NCC સ્કુલમાં મોરબી ફાયર બ્રિગેડ ટીમે આગને કાબુમાં લેવા તેમજ બચાવ કામગીરી વિશે વિદ્યાર્થીઓને ટ્રેનીંગ આપી હતી. જે માટે ફાયર સ્ટેશન ઓફીસર દેવેન્દ્રસિંહ જાડેજા, લીડીગ ફાયરમેન મહાદેવ ઠાકોર, ફાયરમેન ભાગ્યરાજસિંહ જાડેજા, ચિરાગભાઈ જોષી, હિતેશભાઈ મેટાલીયા, સંજયભાઈ મેટાલીયા, મનોજભાઈ ગરવા, કૈલાશભાઈ જાદવ એ જહેમત ઉઠાવી હતી.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text