મોરબી જિલ્લામાં કાલે રવિવારે 19 સ્થળે કોરોના રસીકરણ

- text


 

મોરબી : મોરબી જિલ્લામાં આવતીકાલે રવિવારે અલગ-અલગ 19 સ્થળે કોરોનાની રસી આપવામાં આવશે. કોરોનાને હરાવવા માટે જિલ્લાભરમાં કોરોના રસીકરણની કામગીરી ચાલી રહી છે. ત્યારે આવતીકાલે રવિવારે પણ જિલ્લામાં કોરોના રસીકરણ પ્રક્રિયા ચાલુ રાખવામાં આવી છે. જે અતંર્ગત મોરબી જિલ્લાના 19 સ્થળે કોરોના રસીકરણની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

- text

જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા દરરોજ વિવિધ સ્થળે કોરોનાની રસી આપવાનું સુદ્રઢ આયોજન કરીને લોકોને કોરોના સામેની લડાઈમાં સુરક્ષાકવચ પૂરું પાડવામાં આવી રહ્યું છે. ત્યારે આવતીકાલે રવિવારે મોરબી જિલ્લામાં રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને જિલ્લાના કુલ 19 સ્થળે રસીકરણની પ્રક્રિયા હાથ ધરાશે. આ 19 સ્થળોમાં મોરબી તાલુકાના 11 સ્થળો, માળીયા તાલુકાના 1 સ્થળે, વાંકાનેર તાલુકાના 4 સ્થળો, ટંકારા તાલુકાના 1 સ્થળે, હળવદ તાલુકાના 2 સ્થળોનો સમાવેશ થાય છે. જિલ્લામાં આવતીકાલે 8600 કોવિશિલ્ડ રસીના ડોઝ અને 1100 કોવેક્સિન રસીના ડોઝ આપવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે.

- text