ઓપ્પો મોબાઈલ બાદ હવે ઓપ્પો ઇલેક્ટ્રિક સ્કૂટર

- text


રૂપિયા 60 હજાર સુધીની કિંમતના ઇલેક્ટ્રિક સ્કૂટર માર્કેટમાં મુકવા ઓપ્પોએ તૈયારી શરૂ કરી

મોરબી : સ્માર્ટફોન તથા ટેક કંપની ઓપ્પો હવે ઈલેક્ટ્રીક વ્હિકલ માર્કેટમાં એન્ટ્રી કરવા જઈ રહી છે. કંપની ભારતમાં પોતાનું ઈલેક્ટ્રીક સ્કૂટર લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે. જેની કિંમતનો પણ અંદાજો લગાવવામાં આવ્યો છે. લેટેસ્ટ લીકમાં એ પુષ્ટિ થઈ ગઈ છે કે, કંપની ભારતમાં ટૂંક સમયમાં પોતાનું બજેટ ઈલેક્ટ્રીક વ્હિકલ રજૂ કરવાની છે. આ મોડલનું નામ હજુ સુધી નક્કી કરવામાં આવ્યું નથી પરંતુ, એ નક્કી થઈ ગયું છે કે તેની કિંમત ભારતમાં 60000 રૂપિયાથી ઓછી હશે. ભારત આ સમયે ઝડપથી ગ્રોઈંગ ઈવી માર્કેટ છે.

આથી જ દુનિયાની મોટી-મોટી ઓટોમોબાઈલ કંપનીઓ પણ નવા સ્ટાર્ટઅપ તરીકે અહીંની કંપનીઓ સાથે પોતાની પાર્ટનરશિપ બનાવવા ઈચ્છે છે. જેમાં મોબાઈલ કંપની ઓપ્પો પણ આ સેગમેન્ટમાં નવા ખેલાડી તરીકે એન્ટ્રી કરી રહી છે. સૂત્રોના કહેવા પ્રમાણે એ પણ દાવો કરવામાં આવ્યો છે કે, ઓપ્પો ભારતીય માર્કેટમાં એક સસ્તુ ઈલેક્ટ્રીક સ્કૂટર લોન્ચ કરવાની છે. જેની કિંમત 60000 રૂપિયાથી પણ ઓછી હશે. આ સ્કૂટરની ચોક્કસ કિંમત અંગે કોઈ માહિતી મળી નથી પરંતુ, એટલો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે 2023-24ની આસપાસ આ સ્કૂટરને લોન્ચ કરવામાં આવશે.

ઓપ્પો ઈલેક્ટ્રીક સ્કૂટરના સ્પેસિફિકેશનને લઈને હજુ સુધી કોઈ પ્રકારની જાણકારી સામે આવી નથી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આ ઈલેક્ટ્રીક સ્કૂટર પર હાલ શરૂઆતી ચરણમાં કામ કરવામાં આવી રહ્યું છે. ઓપ્પોના આ ઈવી સ્કૂટરની કિંમત 60000થી ઓછી હશે તો બાકીની સ્વદેશી અને વિદેશી કંપનીઓ માટે તેમના સ્કૂટરનું વેચાણ કરવું અઘરું થઈ જવાનું છે.

- text

હાલમાં ઓલા,એથર, બજાજ, ટીવીએસ જેવી ઘણી કંપનીઓ દ્વારા ઈલેક્ટ્રીક સ્કૂટર એક લાખ રૂપિયાની આસપાસ વેચવામાં આવી રહ્યા છે.ઓપ્પો ઈલેક્ટ્રીક સ્કૂટર સિવાય એક રિપોર્ટ પ્રમાણે કંપની 4 વ્હિલર એટલે કે ઈલેક્ટ્રીક કાર પર પણ કામ કરી રહી છે. પરંતુ તેના અંગે હજુ કોઈ પણ વધુ માહિતી મળી નથી. પરંતુ માનવામાં આવી રહ્યું છે કે, ઓપ્પોના બજેટ સ્કૂટરથી આ સેગમેન્ટમાં બદલાવ જરૂર આવશે. આ પહેલા રિયલમી અને વન પલ્સ પણ ભારતમાં ઈલેક્ટ્રીક વ્હિકલ માટે ટ્રેડમાર્ક ફાઈલ કરાવી ચૂક્યા છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text