મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા પડતર પ્રશ્ને રજુઆત

- text


સર્કિટ હાઉસ ખાતે રાજ્યમંત્રી બ્રિજેશ મેરજની મુલાકાત લઈને વિગતવાર રજુઆત કરી

મોરબી : મોરબીમાં તાજેતરમાં નુતનવર્ષા અભિવાદન અર્થે મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા મંત્રી શ્રમ અને રોજગાર, ગ્રામગૃહ નિર્માણ અને ગ્રામવિકાસ, પંચાયત ગુજરાત સરકાર ગાંધીનગર તેમજ મોરબીના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાની સર્કિટ હાઉસ ખાતે મુલાકાત લેવામાં આવી હતી અને તેમની સમક્ષ શિક્ષકોના પડતર પ્રશ્ને રજુઆત કરાઈ હતી.

આ તકે મણિલાલ સરડવા પૂર્વ પ્રમુખ મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ, જયેશ ક્લોલા ઉપ પ્રમુખ મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ , ભાવેશ કૈલા મહામંત્રી મોરબી શહેર પ્રાથમિક શિક્ષક સંઘ, લાલજીભાઈ કકાસણિયા કોષાધ્યક્ષ મોરબી શહેર પ્રાથમિક શિક્ષક સંઘ તેમજ ફાલ્ગુન કાલરીયા શિક્ષક અમરાપર હાજર રહ્યા હતા.જેમાં નવી પેંશન યોજના ના સ્થાને જૂની પેંશન યોજના શરૂ કરાવવી,લાંબા સમયથી મોરબી જિલ્લાના શિક્ષકોના G.P.F. ખાતા રાજકોટ ખાતે કાર્યરત છે તે મોરબી શરૂ કરવા બાબત અગાઉ કરેલ રજુઆત યાદ કરાવી સહિતના પડતર પ્રશ્નોની રજુઆત કરવામાં આવી હતી. આ બાબતે માટે મંત્રીએ હકારાત્મક અભિગમ દાખવ્યો હતો.

- text

- text