મોરબીના લોકો માટે ગાંધીનગરના દરવાજા હંમેશા ખુલ્લા છે : રાજ્યમંત્રી મેરજા

- text


મોરબીના આલાપ પાર્કમાં રાજ્ય મંત્રી બ્રિજેશ મેરજાનો સત્કાર સમારોહ યોજાયો
ત્રણ સોસાયટીના રહીશો દ્વારા ઢોલ નગારાના નાદ સાથે રેલી કાઢી સામૈયું કરી રાજ્ય મંત્રીને મોમેન્ટો, સાલ, પુસ્તક અને પુષ્પગુચ્છ આપીને સન્માન કરાયું

મોરબી : મોરબીના આલાપ પાર્ક ખોડીયારનગર,પટેલ નગર એમ ત્રણેય સોસાયટીના રહીશો દ્વારા ગુજરાત સરકારના મંત્રી બ્રિજેશભાઈ મેરજાનું અદકેરું સ્વાગત-સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં ત્રણેય સોસાયટીના રહીશો આલાપ ગેટ પાસે ભેગા થઈ ત્યાંથી ઢોલ નગારાના નાદ સાથે વાજતે ગાજતે ફટાકડાની જોરદાર આતશ બાજી સાથે સ્વાગત કરી શિવ મંદિરે બધા એકત્ર થઈ સ્વાગત રેલીમાં તમામ લોકો જોડાઇ અને નાની દીકરીઓએ સામૈયા સાથે રાજ્ય મંત્રીનું અભિવાદન કર્યું હતું.

સભા સ્થળે બ્રિજેશભાઈ મેરજાનું આલાપ પાર્કની દરેક શેરી વાઈઝ મોમેન્ટો, સાલ, પુસ્તક અને પુષ્પગુચ્છ દ્વારા સન્માન કર્યું હતુ. બ્લોસમ ઈન્ટર નેશનલ સ્કૂલના તમામ સ્ટાફ દ્વારા પણ મત્રીનું સન્માન કરાયું હતું, તમામ
આકાલપાર્ક, એવન્યુ પાર્ક, શિવ શક્તિ પટેલનગર, ખોડિયાર સોસાયટીનાની જનતા જનાર્દનની હાજરી વચ્ચે જીજ્ઞેશ કૈલા ઉપ પ્રમુખ જિલ્લા પંચાયત મોરબીએ બ્રિજેશભાઈ મેરજાની કાર્ય પદ્ધતિ વિશે અને ધારાસભ્ય બન્યા બાદ મોરબી માળિયા વિસ્તારમાં કરોડો રૂપિયાના કામો લાવ્યા અને એકી સાથે જુદા જુદા પંદર રસ્તાઓનું ખાત મુહર્ત હમણાં જ કર્યું હોવાનું જણાવ્યું હતું.

આલાપ વિસ્તારના કાઉન્સિલર નિમિષાબેન રાજેશભાઈ ભીમાણીએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે, મંત્રીના અને નગરપાલિકા મોરબીના સહયોગથી આલાપ વિસ્તારમાં બે કરોડની કિંમતના વિકાસના કામો લઈ આવ્યા છે. લાઈટ રીપેરીંગ અને રસ્તાની સફાઈ નિયમિત થાય છે, જ્યારે નગરપાલિકાના ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજાએ પણ બ્રિજેશભાઈ મેરજાની કામગીરીને બિરદાવી હતી. પ્રદેશ ભાજપ ગુજરાતના ઉપપ્રમુખ જયંતિભાઈ કવાડિયાએ પણ પોતાના વક્તવ્યમાં સરકારના પ્રજાકીય કાર્યોને લોકો સમક્ષ મુક્તા રમુજી ઉદાહરણ સાથે કહ્યું હતું કે લોકશાહીમાં જનતા જનાર્દન સર્વોપરી છે. એમના સાથ વિના કશું જ શક્ય નથી.

- text

અંતમાં બ્રિજેશભાઈ મેરજાએ પોતાના પ્રતિભાવમાં આલાપ પાર્ક વિસ્તારની તમામ સોસાયટીના રહીશોએ અદકેરું આગવું અને અનોખું સન્માન-સ્વાગત કરવા બદલ આભાર પ્રકટ કર્યો હતો અને મોરબીના લોકો માટે ગાંધીનગરના દરવાજા હંમેશા ખુલ્લા છે. પોતાના કામ માટે ગમે ત્યારે આવવાની છૂટ છે, સરકારના કામોના લેખા જોખા રજૂ કર્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા આલાપ યુવા ગ્રૂપ દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

 

- text