આજે મોરબી અપડેટ આયોજિત રંગોળી અને હેલ્ધી ફૂડ કોમ્પિટિશન : લોકો માટે સાંજે પ્રદર્શન ખુલ્લું મુકાશે

- text


પટેલ કન્યા છાત્રાલય ખાતે રંગોળી અને ફૂડ કોમ્પિટિશનમાં 200થી વધુ મહિલાઓ ભાગ લેશે 

રવિવારે બપોરે 1 વાગ્યે સ્પર્ધા શરૂ થશે : લોકો માટે સાંજે 4.30 થી 6 વાગ્યા સુધી રંગોળી અને વાનગીઓ જોઈ શકશે

વિજેતાને સન્માન સમારોહમાં અતિથિ તરીકે ડીવાય.એસ.પી. રાધિકા ભારાઈ, DRDA મીતાબેન જોશી, પ્રિયાબેન ઓડેદરા સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે

મોરબી : મોરબી અપડેટ દ્વારા આજે તા. 31 ઓક્ટોબરને રવિવારના રોજ યુનિવર્સલ હોમ ડેકોર રંગોળી અને હેલ્ધી ફૂડ કોમ્પિટિશનનું પટેલ કન્યા છાત્રાલય, હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં 200થી વધુ મહિલાઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જ્યારે મોરબીવાસીઓ કોમ્પિટિશનની કૃતિઓ નિહાળી શકે તે માટે રવિવારે સાંજે 4.30થી 6 વાગ્યા સુધી એક્ઝિબિશનનું આયોજન પણ કરવામાં આવ્યું છે.

દિવાળી પર કલાત્મક રંગોળી કરવાની આપણી પરંપરાને વધુ મજબૂત કરવા તેમજ આજના ફાસ્ટ ફૂડના જમાનામાં ઘરે બનેલી આરોગ્યપ્રદ વાનગીઓ અને હેલ્ધી ફૂડ અંગે અવરનેશ લાવવા દિવાળીના પાવન પર્વ નિમિત્તે મોરબી અપડેટ આયોજિત રંગોળી અને હેલ્ધી ફૂડ કોમ્પિટિશન 2021 આજે તા. 31 ઓક્ટોબર, રવિવારે હોસ્ટેલ ગ્રાઉન્ડ, પટેલ કન્યા છત્રાલય, નવા બસ સ્ટેન્ડ પાછળ, મોરબી ખાતે યોજવામાં આવનાર છે.

સ્પર્ધામાં રજિસ્ટ્રેશન પૂર્ણ થઈ ગયું છે. કોરોના કાળ બાદ મોરબીમાં યોજાનાર મેગા કોમ્પિટિશનમાં મહિલાઓનો જબરો પ્રતિસાદ જોવા મળ્યો છે. બંને સ્પર્ધામાં 100-100થી વધુ મહિલાઓએ એન્ટ્રી કરાવી છે. નિરાલી વિડજા, ધરતીબેન બરાસરા, મયુરીબેન કોટેચા, વિશાખાબેન દવે, કાજલબેન ચંડીભમર, દેવાંશીબેન ભોજાણી સહીત કોમ્પિટિશનની ટીમ સ્પર્ધામાં સફળ આયોજન માટે સતત જહેમત ઉઠાવી રહી છે.

- text

રંગોળી સ્પર્ધા બપોરે 1 વાગ્યે શરૂ થશે. સ્પર્ધકે 12.45 વાગ્યા સુધીમાં સ્થળ પર પહોંચી જવાનું રહેશે. બપોરે 1 થી 4 વાગ્યા સુધીમાં 3 કલાકમાં રંગોળી બનાવવાની રહેશે. હેલ્ધી ફૂડ કોમ્પિટિશનમાં સ્પર્ધકે બપોરે 3.30 વાગ્યે પોતાની વાનગી લાવીને 4 વાગ્યા સુધીમાં વાનગી ગોઠવી નાખવાની રહેશે.

સાંજે 4:30 થી 6.00 વાગ્યા સુધી લોકો માટે રંગોળી અને ફૂડનું પ્રદર્શન ખુલ્લું મુકાશે. જેમાં શહેરીજનો સ્પર્ધામાં રજૂ થયેલી રંગોળી અને વાનગીઓ જોઈ શકશે. અને સાંજે 5.30 થી 6.30 વાગ્યે સ્પોન્સર્સના હસ્તે વિજેતાઓનો સન્માન સમારોહ અને પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ યોજાશે.

ઇનામ વિતરણ સમારોહમાં અતિથિ તરીકે ડીવાય.એસ.પી. રાધિકા ભારાઈ, DRDA મીતાબેન જોશી, પ્રિયાબેન ઓડેદરા, આચાર્ય આરતીબેન રાંકજા તથા આચાર્ય નીતાબેન મેરજા ઉપસ્થિત રહેશે. નિર્ણાયક તરીકે જોશનાબેન પરાસરા, ડો.મીરાબેન અમૃતિયા, ક્રિષ્નાબેન કોટેચા, ફાલ્ગુનીબેન, રમણીકભાઇ બરાસરા તથા દિલીપભાઈ પરમાર હાજર રહેશે.

કોમ્પિટિશન દરમિયાન કોવિડ-19ની ગાઇડલાઇનનું પાલન કરવું અનિવાર્ય છે. મોરબી અપડેટ તરફથી મહિલાઓને પરિવાર સાથે એક્ઝિબિશન નિહાળવા ભાવભર્યું જાહેર આમંત્રણ છે.

આ ઇવેન્ટના મુખ્ય સ્પોન્સર યુનિવર્સલ હોમ ડેકોર છે. જ્યારે કો સ્પોન્સર તરીકે હીરો જય ગણેશ, એમઆઈ મોબાઈલ બ્રાન્ડ સ્ટોર, શ્રીજી બોરવેલ એન્ડ શ્રીજી અર્થીંગ સિસ્ટમ, પારેખ જવેલર્સ છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text