મોરબીના બે બાળકોએ જાતે ગણેશની માટીની પ્રતિમા બનાવી સ્થાપના કરી

- text


બંને બાળકો રંગબેરંગી સજાવટ કરી ગણપતિની કરે છે ઉપાસના

મોરબી : મોરબી જિલ્લામાં ઠેર-ઠેર ગણેશ મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. ત્યારે મોરબીના બે બાળકોએ દુંદાળા દેવની કલાત્મક પ્રતિમા બનાવી ઘરમાં તેની સ્થાપના કરી છે. તેમજ આ બંને બાળકો રંગબેરંગી સજાવટ કરી ગણપતિની ઉપાસના કરે છે.

મોરબીમાં રહેતા 15 વર્ષીય ચુડાસમા મિત રાજેન્દ્રભાઈ તથા 16 વર્ષીય મેર હરદેવ ધર્મેન્દ્રભાઈ છેલ્લા ત્રણ વર્ષથી જાતે ગણેશની મૂર્તિ બનાવે છે. આ વર્ષે પણ તેમણે કાળી માટીથી ગણેશની મૂર્તિ બનાવી છે. તેમણે પ્રથમ દિવસે વૃક્ષના પાંદડા વડે વન જેવું બનાવી તેમાં ગણેશજીના પધરાવ્યા હતા. આ રીતે ગણેશ મહોત્સવના દસેય દિવસ દરમિયાન તેઓ બંને અલગ-અલગ ડેકોરેશન કરી ગણેશની પૂજા-અર્ચના કરે છે.

- text

આ બંને બાળકોએ ભાવિકોને રાજેન્દ્રભાઈ ચુડાસમા (મો. 99092 16115)ના નિવાસસ્થાન મોચી શેરી, હનુમાનજીના મંદિર સામે, કુબેરનાથ રોડ, ગ્રીન ચોક ખાતે દર્શન કરવા માટે આવવા યાદીમાં અપીલ કરી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text