પાંજરાપોળ-ગૌશાળાના પશુઓ માટે સંવેદનશીલ સરકાર સંવેદના ચૂકી

- text


મોરબી જિલ્લામાં 17 હજારથી વધુ અબોલજીવોનો નિભાવ કરવો કપરો

મોરબી જિલ્લા કલેકટર તંત્રની લાપરવાહીથી જૂન-જુલાઈ માસની ગ્રાન્ટ ખોરંભે

મોરબી :નકોરોના કાળ દરમિયાન પાંજરાપોળ અને ગૌશાળામાં દાનની આવક ઘટતા પશુધનને નિભાવમાં મુશ્કેલી પડી હતી. આ પરિસ્થિતિને ધ્યાને લઈને જે તે સમયે રાજ્ય સરકારે પશુધનને નિભાવવા માટે પાંજરાપોળ અને ગૌશાળાને સહાય આપવાની જાહેરાત કરી હતી. પરંતુ મોરબી જિલ્લામાં હજુ સુધી પાંજરાપોળ અને ગૌશાળાને પશુધન નિભાવવા માટે સરકાર તરફથી સહાય ન ચૂકવાતા 17 હજારથી વધુ અબોલ જીવોનો નિભાવ કપરો બન્યો છે. જો કે, ધારાસભ્યએ પાંજરાપોળ અને ગૌશાળાને સહાય મળે તેવા સક્રિય પ્રયાસો કરવાનું જણાવ્યું હતું.

રાજ્યની સાથે મોરબી જિલ્લાના પાંજરાપોળ અને ગૌશાળાને કોરોના કાળ દરમિયાન પશુધન નિભાવવા માટે અમુક મહિનાઓ સુધી સહાય જાહેર કરવામાં આવી હતી. પરંતુ જૂન, જુલાઈ મહિના વીતવા છતાં સંવેદનશીલ સરકાર દ્વારા હજુ સુધી પાંજરાપોળ અને ગૌશાળાને સહાય મળી નથી. આ જૂન-જુલાઈમાં જોઈએ તો પાંજરાપોળ અને ગૌશાળા મળી 97 સંસ્થાઓમાં નિભાવ કરતા 17,323 જેટલા પશુઓ માટે રૂ. 2,64,17,575 ની સહાય ચૂકવવાની મોરબી કલેક્ટર દ્વારા રાજ્ય સરકારમાં દરખાસ્ત કરવામાં આવી હતી. પરંતુ હજુ સુધી આ સહાય ચુકવવામાં આવી નથી.

- text

વધુમાં જાણવા મળતી વિગતો મુજબ મોરબી જિલ્લા ઉપરાંત ભરૂચ, ભાવનગર, રાજકોટ અને સુરતમાં પશુઓ માટેની સરકારે જાહેર કરેલી ગ્રાન્ટ પણ હજુ બાકી છે. જ્યારે તા.14 ના રોજ અન્ય જિલ્લાની દરખાસ્ત મુજબ ગ્રાન્ટ ફાળવી દેવામાં આવી હતી. પરંતુ મોરબીમાંથી એક દિવસ મોડી દરખાસ્ત કરાતા ગ્રાન્ટ ચૂકવાઈ નથી. બાદમાં મોરબી કલેક્ટર કચેરી દ્વારા સરકારમાં જાણ કરવામાં આવી હતી. પરંતુ હજુ સુધી ગ્રાન્ટ ન ફાળવાતા પાંજરાપોળ અને ગૌશાળાઓને પશુઓનો નિભાવ કરવામાં મુશ્કેલી પડે છે.

આ મામલે ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ જણાવ્યું હતું કે, સરકારની સહાય ત્વરિત મોરબી જિલ્લાના પાંજરાપોળ અને ગૌશાળાને મળે તે માટે સરકારના જે તે વિભાગમાં રજુઆત કરી છે અને ધારાસભ્યએ પાંજરાપોળ અને ગૌશાળાને સહાય મળે તેવા સક્રિય પ્રયાસો કરવાનું જણાવ્યું હતું.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text