મોરબીની નવજીવન વિદ્યાલયમાં શૌર્યગાન, ભજન, લોકગીત સ્પર્ધા યોજાઈ

- text


રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૫ મી જન્મ જયંતી નિમિત્તે યોજાયેલી સ્પર્ધામાં કુલ ૧૮ સ્પર્ધકોએ ભાગ લીધો

મોરબી : મોરબીની નવજીવન વિદ્યાલયમાં રાષ્ટ્રીય શાયર લોક સાહિત્યકાર અને સ્વાતંત્ર્ય સેનાની એવા વંદનીય ઝવેરચંદ મેઘાણીની ૧૨૫ મી જન્મ જયંતી નિમિત્તે આજે મોરબી અને માળિયા તાલુકા કક્ષાની શૉયગાન, ભજન, લોકગીત સ્પર્ધા યોજાઇ હતી.

આ સ્પર્ધામાં મોરબી તાલુકામાં કુલ ૧૮ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં શાળાના કેમ્પસ ડાયરેક્ટર ડી.બી.પાડલીયા, જિલ્લા શિક્ષણાધિકારી કચેરી મોરબીના એસ.જે. મેરજા, શ્રીમદ રાજચંદ્ર શાળા વિષય સંકુલ મોરબીના સંયોજક એસ. એ. જાવીયા અને શાળાના આચાર્ય અતુલભાઇ પાડલીયા ઉપસ્થિત રહીને તમામ સ્પર્ધકોને સર્ટિફિકેટ આપીને પ્રોત્સાહિત કર્યા હતા.

- text

આ સ્પર્ધામાં મોરબી તાલુકા માં પ્રથમ નંબરે ગૌસ્વામી અવની પ્રકાશભાઈ (નવયુગ વિદ્યાલય) દ્વિતીય ક્રમે વ્યાસ ધર્મીલ પરેશભાઈ (સાર્થક વિદ્યાલય) અને તૃતીય ક્રમે જોષી વૃષ્ટિ હિરેનભાઈ (નવજીવન વિદ્યાલય) પ્રાપ્ત કર્યા હતા. આ વિજેતા સ્પર્ધકો આગામી દિવસોમાં જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text