મોરબી જિલ્લામાં કાલે શનિવારે 89 સ્થળોએ વેકસીનેશન, 5180 ડોઝ ફાળવાયા

- text


 

આજે મોરબી જિલ્લામાં કુલ 7179 લોકોનું વેકસીનેશન કરાયું

મોરબી : મોરબી જિલ્લામાં કાલે શનિવારે 89 સ્થળે વેકસીનેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને આ સ્થળોએ વેકસીનેશન માટે કુલ 5180 ડોઝ ફાળવવામાં આવ્યા છે. બીજી તરફ આજે મોરબી જિલ્લામાં કુલ 7179 લોકોનું વેકસીનેશન કરાયું હતું.

- text

મોરબી જિલ્લામાં વેકસીનેશન ઝડપી બનાવવાના આરોગ્ય તંત્ર દ્વારા સક્રિય પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. તેથી વેકસીનેશનની પ્રક્રિયામાં ઘણી જ ગતિ આવી છે. જેના ભાગરૂપે આવતીકાલે શનિવાર માટે મોરબી જિલ્લામાં કોવીશિલ્ડ અને કોવેકસીન મળીને કુલ 5180 ડોઝ ફાળવાયા છે.

મોરબી જિલ્લામાં આવતીકાલે 89 સ્થળોએ વેકસીનેશનનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે આજે મોરબી જિલ્લામાં વેકસીનેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં 45 પ્લસમાં 1555 અને 18 પ્લસમાં 5615 અને ખાનગીમાં 9 મળીને કુલ 7179 લોકોનું વેકસીનેશન કરવામાં આવ્યું છે.

- text