વાંકાનેરના ખેરવામાં રાજકોટ પોલીસ ત્રાટકી : બાયોડીઝલ જેવા શંકાસ્પદ પ્રવાહીનો વિશાળ જથ્થો જપ્ત

- text


મોરબી અને રાજકોટના બે શખ્સ ગિરફ્તમાં : કુલ ૧૯,૫૦,૦૦૦નો મુદ્દામાલ કબ્જે લેવાયો

જિલ્લા પુરવઠા અધિકારીએ વાંકાનેર મામલતદારને દોડાવ્યા

વાંકાનેર : વાંકાનેર તાલુકાના ખેરવા ગામના પાદરમાં રાજકોટ ક્રાઇમબ્રાન્ચની ટીમે દરોડો પાડી બાયોડીઝલ જેવા શંકાસ્પદ જ્વલનશીલ પદાર્થનો જથ્થો ઝડપી લઇ રાજકોટ અને મોરબીના બે શખ્સને ગિરફ્તમાં લઇ રૂ. ૧૯.૫૦ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

ખેરવા નજીક બાયોડીઝલના નામે જ્વલનશીલ પદાર્થ વેચાતું હોવાની બાતમીને આધારે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમે દરોડો પાડી બોલેરો પીકઅપ ગાડી જી.જે.૧૪એકસ-૪૬૭૩ રૂ. ૩ લાખમાં ભરેલ રૂ. ૨૦ હજારનું ૪૦૦ લિટર પ્રવાહી કબ્જે કર્યું હતું. ઉપરાંત અન્ય એક અશોક લેલન્ડ કંપનીનો ટ્રક જી-જે-૧૨-એ-વાય-૭૪૪૧ રૂ. ૧૦ લાખનો, પ્લાસ્કટીનું બેરલ ૨૦૦ લિટર પ્રવાહી ભરેલુ તથા બેલાના પથ્થરો ઉપર રાખેલો ટાંકો જીજે૧૨એટી-૯૩૨૭ રૂ. ૧ લાખનો જેમાં રૂ. ૫,૨૫,૦૦૦નું ૧૦૫૦૦ લિટર પ્રવાહી ભરેલુ હોઇ તે મળી કુલ રૂ. ૧૯,૫૦,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કરી રાજકોટ સત્યસાઇ હાર્ટ હોસ્પિટલ રોડ વૃજ કોમ્પલેક્ષ-૪૦૨માં રહેતાં પ્રફુલ અરજણભાઇ ચોવટીયા (ઉ.૪૦) અને ટ્રક ડ્રાઇવર મોરબી વીસીપીરા કુલીનગર-૧માં રહેતાં યુસુફ કાળુભાઇ મવર (ઉ.૪૫)ને અટકાયતમાં લીધા હતાં.

- text

વધુમાં આ દરોડાની કાર્યવાહી દરમિયાન પોલીસે મોરબી જિલ્લા પુરવઠા અધિકારીને જાણ કરતા જિલ્લા પુરવઠા અધિકારીએ ઇંચાર્જ વાંકાનેર મામલતદાર બી.એસ.પટેલ અને નાયબ પુરવઠા મામલતદાર પંકજદાન ગઢવીને તાત્કાલિક ઘટનાસ્થળે દોડાવી શંકાસ્પદ પ્રવાહીના નમૂના લેવડાવવાની કામગીરી હાથ ધરી હોવાનું સતાવર સૂત્રો જણાવી રહ્યા છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text