મમુદાઢીની હત્યા કેસમાં ચાર આરોપીની ધરપકડ

- text


એ ડિવિઝન પોલીસ ટીમ, એલસીબી અને એસઓજીની ટીમ દ્વારા હત્યારાઓને ઝડપી લેવા સતત દોડધામ વચ્ચે સફળતા મળી

મોરબી : મોરબીના ચકચારી મહમદ હનીફ કાસમાણી ઉર્ફે મમુદાઢી પર સરાજાહેર અંધાધૂંધ ફાયરીગ કરી હત્યા કરવાના પ્રકરણમાં એ ડિવિઝન પોલીસ ટીમ, એલસીબી અને એસઓજીની ટીમ દ્વારા હત્યારાઓને ઝડપી લેવા સતત દોડધામ વચ્ચે સફળતા મળી છે. જેમાં પોલીસની વિવિધ ટીમોએ ચાર આરોપીઓને દબોચી લીધા હતા. ગઈકાલે વાંકાનેર નજીકથી આરોપીઓની કાર મળી આવ્યાનું જાહેર થયા બાદ આજે નામચીનની હત્યાના ગુન્હામાં પોલીસે ચાર આરોપીને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે.

મોરબી કંડલા બાયપાસ રોડ ઉપર ભક્તિનગર સર્કલ પાસે ત્રણ દિવસ પહેલા રાત્રે રાજકોટ તરફથી વ્યવહારિક કામ પતાવી ફોર્ચ્યુનર કારમાં પરત આવી રહેલ મહમદ હનીફ કાસમાણી ઉર્ફે મમુદાઢી અને તેમની સાથે રહેલા લોકોને આંતરી આરોપી રફીકભાઇ રજાકભાઇ માંડવીયા, ઇમરાન ઉર્ફે બોટલ હનીફભાઇ ચાનીયા, આરીફ ગુલામભાઇ મીર, ઇસ્માઇલભાઇ યારમામદ બ્લોચ, રીયાઝભાઇ રજાકભાઇ ડોસાણી, ઇરફાનભાઇ યારમામદ બ્લોચ, રમીજભાઇ હુસેનભાઇ ચાનીયા, મકસુદ ગફુરભાઇ સમા, એજાજ આમદભાઇ ચાનીયા અને અજાણ્યા ચારેક ઈસમોએ ધાણીફૂટ ગોળીબાર કરવાની સાથે ધોકા, પાઇપ સહિતના હથિયારો લઈને તૂટી પડતા મહમદ હનીફ કાસમાણી ઉર્ફે મમુદાઢીનું મૃત્યુ નીપજ્યું હતું. જયારે તેમની સાથે રહેલા મહમદભાઇ નકુમને ગોળી લગતા ગંભીર હાલતમાં સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા.

- text

બીજી તરફ આ ચકચારી બનાવામાં પોલીસે મૃતકના પુત્ર મકબુલભાઇ મહમદ હનીફભાઇ કાસમાણીની ફરિયાદના આધારે તમામ હત્યારાઓને ઝડપી લેવા એલસીબી, એસઓજી અને મોરબી સીટી એ ડિવિઝન પોલીસે સંયુક્ત ટીમ બનાવી આરોપીઓના આશ્રય સ્થળો ઉપર છાપા મારવાનું શરુ કરતા કુલ 13 અપરાધીઓમાંથી આજે ચાર આરોપીઓને દબોચી લીધા હતા. જેમાં મમુદાઢીની હત્યાના ગુન્હામાં આરોપીઓ ઇસ્માઇલભાઈ યારમામદ, ઇમરાનભાઈ યારમામદ બ્લોચ, રિયાઝ રજાક દોસાણી, એઝાઝ આમદ ચાનીયાની પોલીસે આજે વિધિવત ધરપકડ કરીને બાકીના ફરાર આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text